પંજાબ: પંજાબી (Punjab) ગાયક (Singer) અને કોંગ્રેસ (Congress) નેતા સિદ્ધુ મુસેવાલાની (Sidhu Moosewala) હત્યાના (Murder) સંબંધમાં ધરપકડ (Arrest) કરાયેલ એક આરોપી પોલીસની કસ્ટડીમાંથી ભાગી ગયો છે. જે બાદ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે અને તેને શોધવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મળતી માહિતી અનુસાર સિદ્ધુ મુસેવાલાને ગોળી મારનાર આરોપી શૂટર ટીનુ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગનો શાર્પ શૂટર હતો. તે બપોરે 3 વાગ્યે માણસા પોલીસના કબજામાંથી ભાગી ગયો હતો. માનસા CIA સ્ટાફની ટીમ તેને કપૂરથલા જેલમાંથી રિમાન્ડ પર લાવી રહી હતી. આ દરમિયાન તે પોલીસ ટીમને ચકમો આપીને નાસી છૂટ્યો હતો.
પશ્ચિમ બંગાળ-નેપાળ બોર્ડર પરથી ઘણા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી
તે જ સમયે, સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં સામેલ ત્રણ ફરાર શાર્પ શૂટરોની પશ્ચિમ બંગાળમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ડીજીપી પંજાબે જણાવ્યું હતું કે દીપક ઉર્ફે મુંડી અને તેના સહયોગીઓ કપિલ પંડિત અને રાજેન્દ્ર ઉર્ફે જોકરની કેન્દ્રીય એજન્સીઓની મદદથી પંજાબ અને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ વચ્ચે સંયુક્ત ઓપરેશનના ભાગરૂપે ધરપકડ કરવામાં આવી હતી.
DGPએ માહિતી આપી, “દીપક, પંડિત અને રાજીન્દરની આજે એજીટીએફ (એન્ટી-ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ) ટીમ દ્વારા પશ્ચિમ બંગાળ-નેપાળ સરહદ પર ગુપ્ત માહિતી આધારિત ઓપરેશનના અંતે ધરપકડ કરવામાં આવી છે. દીપક બોલેરો મોડ્યુલમાં શૂટર હતો. પંડિત અને રાજિન્દરએ તેને હથિયારો અને છુપાવા સહિતની લોજિસ્ટિકલ સહાય પૂરી પાડી હતી.”
પોલીસે હત્યા કેસમાં 1850 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી
દિલ્હી પોલીસે સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં સામેલ 3 શાર્પશૂટર્સ પ્રિયવર્ત ફૌજી, અંકિત સેરસા અને કશિશ ઉર્ફે કુલદીપની ધરપકડ કરી છે જ્યારે બે શૂટર્સ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. પંજાબના માનસા જિલ્લામાં 29 મે, 2022ના રોજ સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 25 ઓગસ્ટે પોલીસે મુસેવાલા હત્યા કેસમાં 1850 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. આ ચાર્જશીટમાં કુલ 36 આરોપીઓમાંથી 24ના નામ આપવામાં આવ્યા છે. ચાર્જશીટ મુજબ, કુખ્યાત કેનેડા સ્થિત ગુનેગાર ગોલ્ડી બ્રાર મુસેવાલાની હત્યાનો મુખ્ય કાવતરાખોર હતો અને તેણે આ ઘટનાને અંજામ આપવા માટે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને જગ્ગુ ભગવાનપુરિયા અને કેટલાક અન્ય લોકોની મદદ લીધી હતી.