ન્યુયોર્ક : ટાઈમ મેગેઝીને (Time Magazine) યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી (President Zelensky) અને ‘સ્પિરિટ ઓફ યુક્રેન’ને ‘પર્સન ઓફ ધ યર (Person of the Year) 2022’ તરીકે પસંદ કરાયા છે. ટાઈમ મેગેઝીને તાજેતરના અંકમાં ઝેલેન્સકીને કવર પેજ (Cover Page) પર સ્થાન આપવામાં આવ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે ઝેલેન્સકી છેલ્લા 10 મહિનાથી પોતાના દેશ અને દેશવાસીઓની સાથે અડગ ઊભા રહ્યા છે. અને રશિયાને એકલા હાથી હંફાવી રહ્યા છે.ટાઈમ મેગેઝીને આ વાતનો એલાન બુધવારે કર્યો હતો.
રાષ્ટ્રપતિ ઝેલેન્સકી વૈશ્વિક ઘટનાઓ પર સૌથી વધુ પ્રભાવ પાડ્યો હતો
ટાઈમ મેગેઝીને બુધવારે આની જાહેરાત કરી હતી. આ એવોર્ડ એવા વ્યક્તિઓને આપવામાં આવે છે જેમણે પાછલા વર્ષમાં વૈશ્વિક ઘટનાઓ પર સૌથી વધુ પ્રભાવ પાડ્યો હોય. ટાઇમના એડિટર-ઇન-ચીફ એડવર્ડ ફેલસેન્થલના જણાવ્યા મુજબ યુક્રેન સામેની લડાઈથી દુનિયામાં મોટા ભાગના દેશ ડઘાઈ ગયા હતા. અને ભયભીત પણ થઇ ગયા હતા. અને આવા કપરા સંજોગોમાં વોલધીમેંર ઝેલેન્સકી લોકોને વિપરીતથી પણ વિપરીત પરિસ્થિતિમાં ઝઝુમવાની પ્રેરણા આપી ગયા હતા.તેમણે દુનિયાને કહ્યું હતું કે અમે યુક્રેનની પ્રજા ખુબ અલગ માટીની છે.
તાકતવાર દેશ સામેની ટક્કરમાં પણ સેનાનું મનોબળ જાળવી રાખ્યું
તેમણે કહ્યું કે આ પદ માટે યુક્રેનના રાષ્ટ્રપતિને પસંદ કરવાનું સૌથી મોટું અને સ્પષ્ટ કારણ છે. છેલ્લા 9-10 મહિનાથી તે એક એવી લડાઈનું નેતૃત્વ કરી રહ્યો છે જ્યાં તેનો પ્રતિસ્પર્ધી તાકાત અને ફાયરપાવરમાં તેના કરતા અનેક ગણો મોટો છે તેમ છતાં ઝેલેન્સકી તેની સેનાનું મનોબળ જાળવી રાખવામાં સફળ રહ્યો છે. 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર રશિયાના હુમલા પછી રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ જે પણ કહ્યું તે માત્ર યુક્રેનિયનો માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં મોટી વસ્તી ધરાવતા દેશો અને તમામ સરકારો માટે પ્રેરણારૂપ છે.
ઝેલેન્સકી આંતરરાષ્ટ્રીય મંચો પર પોતાના દેશ માટે જોરદાર રીતે પક્ષ મૂકે છે
હાલમાં જ્યારે યુક્રેને રશિયાને દક્ષિણી શહેર ખેરસોનમાંથી બહાર તગેડી દીધું હતું ત્યારબાદ તેઓ ગલીમાં જશ્નની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. ટાઈમ મેગેઝીન દ્વારા કહેવામાં આવ્યું હતું કે ઝેલેન્સકી આંતરરાષ્ટ્રીય મંચો પર પોતાના દેશ માટે જોરદાર રીતે પક્ષ મૂકે છે.અને તાજેતરમાં બાલીમાં G-20 સમિટને પણ સંબોધિત કર્યું હતું. આ સિવાય તેઓ દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ અને મેડ્રિડમાં નાટો દેશોની કોન્ફરન્સમાં પણ બોલ્યા છે. ઝેલેન્સકીને “ધ સ્પિરિટ ઑફ યુક્રેન” સાથે સંયુક્ત રીતે વર્ષ 2022 માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો છે.