એમ કહેવાય કે સમય બળવાન છે તો જે તે સમયે ઉચ્ચારેલા શબ્દો, લખવામાં આવેલ કહાની, વાર્તા અને ઇતિહાસ સદીઓ પછી અનેકગણો બળવાન બનીને રહેશે અથવા ફાયદાકારક કે નુકસાનકારક રહેશે તે જે તે સમયે નક્કી નથી હોતું. સમયના વહેણ સાથે બધું વિસરાઈ જાય. સદીઓ પહેલાં ઇતિહાસકારો, ખગોળશાસ્ત્રી, શિક્ષણશાસ્ત્રી, સમાજસુધારકો,વૈજ્ઞાનિક રેશનાલિસ્ટોએ જે તે ક્ષેત્રોમાં સુધારણાની જેહાદ શરૂ કરેલ તેના ફળ સ્વરૂપ વિશ્વ ટકી રહયું છે એ તેમની શોધોને આભારી છે એમ સ્વીકારીએ તો ખોટું નથી. મોહન્જેદડો અને હડપ્પા નગરના અવશેષો, જંગલમાં ઝાડ પાન આરોગીને જીવન પસાર કરતો કે અમાનવી પ્રથાનો ભોગ બનેલ માનવી સમયના વહેણ સાથે સભ્ય સમાજમાં આમેજ થાય તેનો સ્વાભાવિકપણે તુરત જ સ્વીકાર ન થાય એ માની શકાય તેવી બાબત છે કાયદાઓ અમલમાં હોવા છતાં. સદીઓથી ચાલી આવેલી અમાનવીય અસ્પૃશ્યતાની બદી રાતોરાત નષ્ટ થઈ જવાની નથી, સમયના વહેણ સાથે સુધારો જરૂર જોવા મળી રહ્યો છે છતાં પણ માનસિકતા હજુ કેમ યથાવત્? એ તો આ બાબતમાં લઘુતાગ્રંથી અને ગુરુતાગ્રંથીનો ભાવ ધરાવનારાને જ ખબર પડે એવું નથી લાગતું?
સુરત – ચંદ્રકાન્ત રાણા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
‘‘સમય બળવાન કે પછી?’’
By
Posted on