Business

સમય કોઈનો, સગો નથી

 ‘સમય બડા બલવાન હૈ, નહીં મનુષ્ય બલવાન’  આ શબ્દો જીવન માટે ઘણું બધું કહી જાય છે.  સમયનું ચક્ર ચાલ્યા જ કરે છે. કદી અટકતું નથી. સમયનો રંગ બદલાતો રહે છે. માણસનો સારો સમય પણ આવે અને સમાયાંતરે ખરાબ સમય પણ આવે છે. પરંતુ દરેક વ્યક્તિએ સમયની સાથે ચાલવું જોઈએ, જે વ્યક્તિ સમય સાથે નથી રહેતો, તેને સમય પણ સાથ નથી આપતો, કુદરત દરેક વ્યક્તિને એક દસકો આપે છે. તે સમયમાં જેટલી પ્રગતિ કરવી હોય તે કરી લેવાની સમયની વ્યાખ્યા એવી છે, કે તે નો કોઈ દોસ્ત-દુશ્મન કે સગો નથી, બધાને સરખો ન્યાય આપે છે. કોઈ પ્રત્યે ભેદભાવ નથી રાખતો, તમારી ઘડિયાળ બગડી જાય કે બંધ પડી જાય પરંતુ સમય કદી થોભતો નથી. સમયની ગતિ ન્યારી છે. રોડપતિને કરોડપતિ પણ બનાવી શકે છે. અને કરોડપતિને રોડપતિ બનાવતા વાર નથી લાગતી સમયની બલિહારી અને વિધિની વક્રતા કેવી છે. તે બાબતે કવિ બહેરામજી મલબારીએ કહ્યું હતું. ‘સગા દીઠા મેં શાહ આલમના શેરીએ ભીખ માંગતા’ આમ સમયને  કોઈ ના કેમ કે ‘ Times is never for ever ‘
તરસાડા – માંડવી – પ્રવીણસિંહ મહિડા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

દેશના ભ્રષ્ટ ગદ્દારોથી સાવધાન
દેશમાં ખાઇ બદેલા ભ્રષ્ટ સત્તાને પોતાની બાપૂકી મિલકત માનનારા અને માત્ર સત્તા પ્રાપ્તે માટે જ દેશમાં રખડતા ભટકતા નેતાઓનો વિચાર આ તબક્કે કરવો જ રહ્યો જેથી રખડતા-કરડતા શ્વાનોનો થતા અન્યાયની લીટીને ખાસ્સી નાની કરી, આ લખનાર રખડતા-કરડતા શ્વાનોની તરફદારી કરવાનું શ્રેય લેવા માગતો નથી. પણ રાષ્ટ્રની પ્રવર્તમાન પરિસ્થિતને ધ્યાનમાં રાખી માત્ર સત્તા લેવા દેશના ભ્રષ્ટ-ગદ્દાર નેતાની રખડતા શ્વાનો સાથે સરખામણી કરવા મજબૂર બન્યો છું.

આ રખડતા અને હિંદુત્વ તથા સનાતન ધર્મ સામે સતત ભસતા રહેતા કૂતરાઓનો અતિતના શાસને ધ્યાનમાં લઇએ તો રાષ્ટ્રની સંસ્કૃતિ અને રાષ્ટ્રને પાયમાલ કરવાનો બદઇરાદો સ્પષ્ટ પણે જણાઇ આવે છે. તે રાષ્ટ્ર માટે વધુ જોખમી છે. શ્વાનોની વફાદારીમાં લેશમાત્ર પણ સંદેહ ન જ હોય શકે પણ સત્તા પ્રાપ્તિ માટે અને ભ્રષ્ટાચારમાં જ ખબદતા રહેવા માટે રઘવાયા બની આમતેમ ટળવળતા અને હિંદુત્વને બચકા ભરતા દોડીને ભસતા કૂતરાઓની રાષ્ટ્ર પ્રત્યેની વફાદારી શંકાના દાયરામાં હોવાને કોઇ રાષ્ટ્રપ્રેમી નકારી શકે એમ નથી અંતે હે પ્રભુ મારા રાષ્ટ્ર તથા સનાત ધર્મનું ગૌરવ જાળવજે.
ગણદેવી, નવસારી- અશ્વિન દેસાઇ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top