એક વાર અમુક અમેરિકન યાત્રીઓ વેટિકન સિટીના પોપને મળવા ગયા.થોડી વાતો થઇ. વાતમાંથી વાત નીકળતાં પોપે એક અમેરિકન યાત્રીને પૂછ્યું, ‘તમે ફ્રાન્સમાં કેટલો સમય રોકવાના છો?’ યાત્રીએ જવાબ આપ્યો, ’૨૫ અઠવાડિયાં સુધી અહીં જ છું.’પોપ બોલ્યા, ‘સારી વાત છે, તો પછી તમે થોડું ઘણું ફ્રાંસ તો જોઈ લેશો.’ પોપે બીજા યાત્રીને પૂછ્યું, ‘તમે કેટલા સમય માટે ફ્રાન્સમાં છો?’ બીજા યાત્રીએ જવાબ આપ્યો, ‘હું ચાર અઠવાડિયાં માટે જ આવ્યો છું.’ પોપે કહ્યું, ‘સારું, તો તમે ઘણું ખરું ફ્રાંસ જોઈ લેશો.’ ત્રીજા યાત્રીને પોપે પૂછ્યું, ‘તમે કેટલો સમય છો?’ યાત્રીએ કહ્યું, ‘નામદાર પોપ, હું માત્ર સાત દિવસ જ અહીં છું.’
પોપે કહ્યું, ‘તો તો ,તમે પૂરું ફ્રાંસ જોઈ લેશો!’ પોપની આવી વિસંગત વાત સાંભળી બધા યાત્રીઓને નવી લાગી. પહેલા યાત્રીએ પૂછ્યું, ‘નામદાર પોપ, આપ કેવી વાત કરો છો …કંઈ સમજાયું નહિ. હું સૌથી વધારે છ મહિના જેટલું રોકવાનો છું તો મને કહો છો કે થોડું ઘણું ફ્રાંસ જ જોઈ શકશો અને આ ચાર અઠવાડિયાં માટે રોકનાર યાત્રીને કહો છો ઘણુંખરું ફ્રાંસ જોઈ શકશો અને આ જે માત્ર સાત દિવસ છે તેને કહો છો આખું ફ્રાંસ જોઈ શકશો.આમ કહેવાની પાછળનો આશય સમજાતો નથી.’
પોપ બોલ્યા, ‘આ મારા જીવનનો અનુભવ છે કે આ સમય બહુ અનન્ય છે. જે માણસને એમ લાગે છે કે મારી પાસે બહુ સમય છે તે આળસમાં પડી જાય છે.બધું આરામથી કરે છે.મોટા ભાગનો સમય આળસમાં વેડફી નાખે છે.કોઈ વાતમાં ઉતાવળ કરતો જ નથી કારણ તે માને છે કે મારી પાસે તો બહુ સમય છે.ધીમે ધીમે મોડે મોડે કોઈ પણ કામ શરૂ કરે છે અને તે કામ પણ ધીમે ધીમે કરે છે તેથી અંતમાં એવું થાય છે કે તેની પાસે રહેલો ‘ઘણો બધો સમય’ જલ્દી પૂરો થઈ જાય છે અને કામ અધૂરું રહે છે અને જે માણસને એમ લાગે છે કે મારી પાસે સમય ઓછો છે તે બધી વાત અને બધા કામમાં ઝડપ કરે છે.
તે ઝડપથી દોડતો રહે છે.સતત મનમાં ઉતાવળ રાખી એક પછી એક કામ પૂરું કરતો રહે છે.કારણ તે સતત એમ વિચારે છે કે મારી પાસે સમય ઓછો છે, જે સમય છે તે અતિ કિંમતી છે તેનો બરાબર ઉપયોગ કરવો જરૂરી છે. જેથી કોઈ કામ બાકી ન રહી જાય.’જે લોકો જાણે છે કે જીવનમાં સમય ઓછો છે તેઓ વધુ સજાગ અને ઝડપી અને જીવંત બની જીવનની એક એક પળને જીવી શકે છે, માણી શકે છે, જાણી શકે છે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.