વડોદરા: શહેરમાં મોડી રાત્રીના ખાણીપાણીના લારીઓ તથા હોટલોને અગિયાર વાગ્યા પછી બંધ કરાવવા માટે સ્થાનિક પોલીસ નીકળતી હોય છે. પરંતુ સિટી અને વાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આખી રાત સુધી ચાલતી હોય છે છતાં તેમની સામે કડક પગલા ભરવામાં આવતા નથી. મોડી રાતના ચાલતી લારીઓ માથાબારે શખ્સોનો અડ્ડો બની ગઇ છે. તેઓ દ્વારા અવારનવાર ગાળાગાળી અ્ને ઝઘડા થતા હોવાથી સ્થાનિક લોકોને પરેશાન ભોગવવું પડતું હોય છે. ત્યારે આવી મોડી રાતના ચાલતી લારીઓ સામે ક્યારે પગલા ભરાશે ?
શહેરના વિવિધ વિસ્તારમાં ખાણી પીણીની લારીઓ તથા હોટલો ધમધમી રહી છે. દરેક વિસ્તારની સ્થાનિક પોલીસ અગિયાર વાગ્યાના ટકરો પોતાના મોબાઇલ વાન લાઇને હોટલ તથા લારીઓને બંધ કરાવવા માટે નીકળી પડતી હોય છે. પરંતુ કેટલાક વિસ્તાર એવા છે ક્યાં આખી રાત સુધી ખાણીપાણીની લારીઓ તથા હોટલો ધમધતી હોય છે પરંતુ સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા તેની સામે સુદ્ધા પગલા ભરવામાં આવતા નથી. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ લારીઓ ચાલુ કે બંધ રાખવા માટે કોઇ પરિપત્ર પોલીસ વિભાગ તરફથી આપવામાં આવતો નથી.
તો પછી અગિયાર વાગ્યા પછી કેમ બંધ કરાવાય છે તેવા સવાલ આંખે વળગી રહ્યા છે. બીજી તરફ સ્થાનિક લોકોમાંથી મળતી માહિતી પ્રમાણે પોલીસ દ્વારા આવી મોડી રાત સુધી ચાલુ રહેતી લારીઓના સંચાલકો પાસેથી રીતસરના હપ્તા ઉઘરાવવામાં આવતા હોય છે. જેથી સંચાલક સાંજથી મોડી રાત સુધી લારી કે હોટલ ચાલુ રાખતો હોવા છતાં કોઇ તેને બંધ કરાવવા માટે જાતુ નથી. આખા શહેરમાં કેટલાક વિસ્તારમાં એવા છે ક્યાં આખી રાત સુધી હોટલો ધમધમતી હોય છે. પરંતુ તેની કોઇન પડી નથી અને સામાન્ચ ધંધાવાળાને પોલીસ દ્વારા અગિયાર વાગ્યાના ટકોરે લારી બંધ ન કરે તો ધમકાવતી પણ હોય છે. ત્યારે પોલીસની આ બેવડી નીતિ સામે અનેક શંકા કુશંકા ઉભી થઇ રહી છે.
ચોખંડીમાં આખી રાત સુધી ધમધમમતી લાલાભાઇ સેવઉસળની લારી
ચોખંડી વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી લાલાભાઇનું સેવઉસળ ફેમસ છે. આ વિસ્તારમાં ચાલતી અન્ય લારીઓને પોલીસ દ્વારા અગિયાર વાગ્યા બાદ બંધ કરી દેવાની કડક સૂચના આપીને બંધ કરાવી દેવામાં આવે છે. પરંતુ લાલાભાઇ સેવઉસળની લારીને કોઇ પોલીસ અધિકારી કે કર્મચારી બંધ કરાવવા માટે જતો નથી. પરિણામે લારી મોડી રાતના મેળા જેવો માહોલ જોવા મળતો હતો.
મોડી રાતના ચાલતી લારીઓ-હોટલોના કારણે પાલિકાના આવકમાં ફટકો
મોડી રાત સુધી જમવાની સુવિધા માટે પાલિકાએ રાત્રી બજાર શરૂ કર્યું છે. જેનાથી પાલિકાના તિજોરીમાં પણ આવક થતી હોય છે. પરંતુ મોડી રાતના ચાલતી લારીઓ કે હોટલોના કારણે આવકમાં ઘટ વર્તાઇ રહી છે.