નવી દિલ્હી: તાઈવાન કટોકટી ( Taiwan crisis) પર પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપતા ભારતે (India reacting) શુક્રવારે કહ્યું હતું કે તે આ ઘટનાક્રમથી ચિંતિત છે અને ક્ષેત્રમાં યથાવત સ્થિતિમાં ફેરફાર કરવા એકતરફી કાર્યવાહીથી બચવા હાકલ કરી હતી. અમેરિકાના હાઉસ સ્પીકર નેન્સી પેલોસીની (US House Speaker Nancy Pelosi) હાલની તાઇવાન મુલાકાતના પગલે ચીને તાઇવાનની આસપાસ તેની અત્યાર સુધીની સૌથી મોટી સૈન્ય કવાયત શરૂ કરી હતી તેના કેટલાંક દિવસો બાદ ભારતે આ પ્રતિક્રિયા આપી હતી.
ભારતની સંબંધિત નીતિઓ બધાંને ખબર છે
ભારતે સંયમ રાખવાનું વલણ દાખવ્યું હતું અને પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા જાળવવાના પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ એક મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, ‘અન્ય ઘણા દેશોની જેમ ભારત પણ તાજેતરના ઘટનાક્રમથી ચિંતિત છે.’વન ચાઈના’ નીતિ પર એક પ્રશ્નના સંદર્ભમાં તેમણે કહ્યું હતું, ‘ભારતની સંબંધિત નીતિઓ બધાંને ખબર છે અને તેમને ફરીથી કહેવાની જરૂર નથી.’તેમણે કહ્યું, ‘અમે સંયમ રાખવાની, યથાસ્થિતિને બદલવા માટે એકપક્ષીય કાર્યવાહીથી દૂર રહેવા, તણાવમાં ઘટાડો અને પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા જાળવવાના પ્રયાસો કરવા વિનંતી કરીએ છીએ.’
ચીને તાઈવાનની આસપાસ મેગા એર અને નેવલ કવાયત યોજી
પેલોસીની મુલાકાતને પગલે ચીને તાઈવાનની આસપાસ મેગા એર અને નેવલ કવાયત યોજી હતી, જેના કારણે બંને પક્ષો વચ્ચે મોટા સંઘર્ષની આશંકા ઊભી થઈ હતી.ચીન તાઈવાનને પોતાનો અલગ પ્રાંત માને છે. તાઈવાન સરકારે આરોપ લગાવ્યો છે કે ચીને ભવિષ્યમાં દેશ પર હુમલો કરવા માટે સૈન્ય અભ્યાસનો ઉપયોગ કર્યો હતો.ભારત તાઈવાન સાથે વેપાર, રોકાણ, પ્રવાસન, સંસ્કૃતિ, શિક્ષણ અને લોકો વચ્ચેના આદાનપ્રદાનના ક્ષેત્રોમાં સંબંધોને પ્રોત્સાહન આપી રહ્યું છે.
શું હતી નેપાળની પ્રતિક્રિયા
નેપાળના નિવેદનમાં ચીનના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટનો કોઈ ઉલ્લેખ નથી. જ્યારે ચીનના નિવેદનમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ચીન નેપાળમાં બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (BRI) હેઠળ ઉચ્ચ ગુણવત્તાવાળા બાંધકામોમાં રસ ધરાવે છે…