National

ત્રણ મહિલાઓ 1 કિમી સુધી દંડવત કરી TMCમાં જોડાઈ, વીડિયો વાયરલ થતા બંગાળની રાજનીતિમાં ભૂકંપ

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં (West Bengal) ત્રણ મહિલાઓ દંડવત કરતી હોવાનો વીડિયો (Video) સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ત્રણ આદિવાસી મહિલાઓએ રસ્તા પર દંડવત કર્યું હતું અને ત્યારબાદ તેઓ ટીએમસીમાં (TMC) સામેલ થઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો. વીડિયો સામે આવ્યા બાદ આ મામલે વિવાદ શરૂ થયો છે. ભાજપે આક્ષેપ કર્યો છે કે મહિલાઓ ભાજપમાં જોડાઈ હતી અને ત્યાર બાદ તે ટીએમસીમાં જોડાઈ ગઈ હતી. ટીએમસીએ મહિલાઓને ભાજપમાં જોડાવાની સજા તરીકે જાહેરમાં દંડવત કરવા કહ્યું હતું.

મળતી માહિતી મુજબ આ ઘટના બાલુરઘાટના તપનની છે. અહીં ત્રણ મહિલાઓએ લગભગ એક કિલોમીટર સુધી દંડવત પ્રણામ કર્યું હતું. ત્યાર બાદ ટીએમસીમાં જોડાયા હતી. રસ્તાની વચ્ચોવચ મહિલાઓને દંડવત કરતી જોઈને સૌને આશ્ચર્ય થયું. આ સાથે જ આ મામલામાં ટીએમસીનું કહેવું છે કે મહિલાઓએ પ્રાયશ્ચિત તરીકે આ કર્યું છે.

‘ટીએમસીએ આદિવાસી મહિલાઓને દંડવત પ્રણામ કરવા દબાણ કર્યું’
આ મામલામાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજુમદારે કહ્યું છે કે આ ત્રણેય મહિલાઓ ટીએમસી છોડીને ભાજપમાં જોડાઈ હતી, પરંતુ જ્યારે ત્રણેય ટીએમસીમાં પાછા ફરવા માંગતા હતા ત્યારે તેમને દંડવત પ્રણામ કરવાની ફરજ પડી હતી. તે જ સમયે, ભાજપ આ મામલે મહિલા આયોગને ફરિયાદ કરવાનું વિચારી રહી છે.

ભાજપનો આરોપ- તૃણમૂલ કોંગ્રેસ આદિવાસીઓનો વિરોધ કરી રહી છે
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજમુદારે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસ હંમેશા આદિવાસી વિરોધી પાર્ટી રહી છે. તૃણમૂલ કોંગ્રેસે આ ત્રણ આદિવાસી મહિલાઓ સાથે જે કર્યું છે તે આદિવાસીઓનું અપમાન છે. હું આદિવાસી સમાજને આ બાબતે તૃણમૂલ કોંગ્રેસ સામે વિરોધ કરવા આહ્વાન કરું છું. તૃણમૂલ કોંગ્રેસે આદિવાસી મહિલાઓ સાથે જે કર્યું છે તેનો બદલો આદિવાસી સમાજે લોકશાહી માર્ગે લેવો જોઈએ. આ પહેલા પણ તૃણમૂલ કોંગ્રેસે દ્રૌપદી મુર્મને રાષ્ટ્રપતિ બનાવવાનો વિરોધ કર્યો હતો.

ભૂતકાળમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીએ મમતા પર નિશાન સાધ્યું હતું
તમને જણાવી દઈએ કે ભૂતકાળમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિશીથ પ્રામાણિકે પશ્ચિમ બંગાળની વર્તમાન પરિસ્થિતિ પર મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું હતું. પ્રામાણિકે કહ્યું હતું કે મમતા બેનર્જી મુખ્યમંત્રી પદ પર બેસી ખૂબ જ હલ્કી વાત કરી છે, તેમણે કહ્યું હતું કે તે નહીં પરંતુ આખો દેશ કહી રહ્યો છે કે બંગાળમાં હિંસા માટે રાજ્ય સરકાર જવાબદાર છે.

મમતા બેનર્જીએ તેમના નિવાસસ્થાને બેઠક કરી હતી, પાર્ટીના સાંસદે આ વાત કહી હતી
તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ ગત દિવસોમાં પાર્ટીના નેતાઓ સાથે તેમના નિવાસસ્થાને બેઠક કરી હતી. મીટિંગ પછી ટીએમસી સાંસદ સુદીપ બેનર્જીએ કહ્યું હતું કે કોંગ્રેસને એ ન સમજવું જોઈએ કે તે વિપક્ષના બિગ બોસ છે. તેમણે કહ્યું હતું કે બેઠકમાં ભાજપ વિરુદ્ધ પ્રાદેશિક પક્ષોને એક કરવા અને કોંગ્રેસથી સમાન અંતર રાખવાના મુદ્દા પર ચર્ચા થઈ હતી. રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે ટીએમસી તેની સંપૂર્ણ તાકાત સાથે આગળ વધશે. આ દરમિયાન તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસને ખબર નથી કે તે શું કરી રહી છે, પરંતુ કોંગ્રેસ, ભાજપ અને સીપીએમ બંગાળમાં સાથે છે અને મમતા સરકારને પરેશાન કરી રહ્યા છે. અમે રાજ્યના વિરોધ પક્ષો સાથે એક થવા માટે વાત કરીશું.

‘કોંગ્રેસને એવું ન લાગે કે તે વિપક્ષનો બિગ બોસ છે’
સાંસદ સુદીપ બેનર્જીએ કહ્યું હતું કે ટીએમસીએ હજુ સુધી સ્વીકાર્યું નથી કે તે ભાજપ અને કોંગ્રેસથી સમાન છે. કોંગ્રેસને એવું ન લાગવું જોઈએ કે તે વિપક્ષનો બિગ બોસ છે. સાંસદે કહ્યું હતું કે ભાજપ એ બતાવવા માંગે છે કે રાહુલ જ વિપક્ષ છે, તેથી મોદી માટે જીતવું સરળ છે. હવે પીએમનો ચહેરો ઠીક કરવાની જરૂર નથી. લોકસભાની ચૂંટણી પછી બધું જ સામે આવશે. એનડીએના 18માંથી 15 પક્ષોએ 2019 પછી ભાજપ છોડી દીધું છે.

Most Popular

To Top