છોટાઉદેપુર : છોટાઉદેપુર તાલુકાના રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કટારવાંટ ગામ પાસે આવેલ હલ્દી મહુડી ત્રણ રસ્તા પાસેથી વાહન ચેકીંગ દરમ્યાન બિનઅધિકૃત વનસ્પતિ જન્ય સુકા ગાંજાનો જથ્થા સાથે ત્રણ ઇસમોને એસ ઓ જી પોલીસે ઝડપી પાડ્યા હતા. છોટાઉદેપુર જિલ્લા એસ ઓ જી પી આઈ જે પી મેવાડા આજરોજ સ્ટાફના માણસો સાથે છોટાઉદેપુર જીલ્લાના રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કટારવાંટ ગામે હલ્દી મહુડી ત્રણ રસ્તા ખાતે વાહન ચેકિંગમા હતા તે દરમ્યાન બે બાઇક સાથે ત્રણ ઈસમો ૧) કિશનભાઇ જીવનભાઇ તડવી ઉ.વ. ૨૧ ધંધો મજુરી રહે, ૨૪૪, શ્યામલ સોસાયટી, વાઘોડીયા રોડ, વડોદરા આરોપી નં (૨) પ્રશાંતભાઇ દયાલ શરણ વણકર ઉ.વ. ૨૩ ધંધો. પ્રાઇવેટ નોકરી હાલ રહે, ૪૩૨, શ્યામલ સોસાયટી, વાઘોડીયા રોડ, વડોદરા મુળ રહે, બીલીયા ફાફટ, તા.સંખેડા જી. છોટાઉદેપુર ૩) પ્રદીપભાઇ સુરેન્દ્રભાઇ ચૌહાણ ઉ.વ. ૨૦ ધંધો. મજુરી રહે, મોટી વડોઇ પટેલ ફળીયા તા.કઠીવાડા જી.અલેરાજપુર (એમ.પી) મોટર સાયકલ ઉપર મીણીયા થેલીમા કઇક ભરી લઇ આવતા મળી આવ્યા હતા જેઓને રોકવા જતા મોટરસાયકલ છોડી ભાગવાની કોશિશ કરી હતી. પરંતુ પોલીસ દ્વારા બળ પૂર્વક પીછો કરી ઝડપી પાડ્યા હતા.
મોટર સાયકલમા લાવેલ મીણીયા થેલામા તપાસ કરતા વનસ્પતિ જન્ય માદક પદાર્થ સૂકા ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ત્રણેય આરોપીને ઝડપી પાડી 2.908 કિલોગ્રામ રૂ 29,080 નો સૂકો ગાંજો કબ્જે કર્યો હતો. જ્યારે 2 મોટરકસાયકલ, મોબાઈલ સાથે કુલ મુદ્દામાલ રૂ 89,080/- નો કબ્જે કરી ઉપરોક્ત ત્રણ આરોપી વિરૂધ્ધમાં એન.ડી.પી.એસ. એક્ટ (1985)ની કલમ ૮(સી), ૨૦(બી)(૨-એ),૨૯ મુજબનો ગુનો રંગપુર પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરવામા આવ્યો હતો, અને દ્વારા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.