Charchapatra

પ્રકૃતિદત્ત ત્રણ બહેનો

પ્રકૃતિમાતા તરફથી જીવ સૃષ્ટિને ત્રણ બહેનોની અમૂલ્ય ભેટ પ્રાપ્ત થઇ છે. શીત, ગ્રીષ્મ ને વર્ષા. આ ત્રણેય બહેનો એકમેકની પૂરક છે. જે સાથે એમની ગેરહાજરીમાં એમની યાદ અવશ્ય આવે. શીતલના સમયે ગ્રીષ્માની યાદ અને ગ્રીષ્માના સમયે શીતલાની યાદ આવે. માનવીનું મન જ એવું છે. વર્ષાની વાત જ નિરાળી. રીઝે તો રાજ દે અને ખીજે તો જાન લે. એના વિના સજીવ સૃષ્ટિનું જીવન ન શક્ય નથી. અન્ન-જળનો બધો આધાર વર્ષાબેન પર નિર્ભર છે.

શીતલને માણી લેવી એ વર્ષભરની તંદુરસ્તી ભેગી કરવાનો ખજાનો આપણે કરે છે. ગીષ્માથી કંટાળે થાક અને પરસેવાથી તરબતર થઇ જવાય પણ એમના વિના વર્ષાબેનનું આગમન શક્ય નથી. એટલી ગ્રીષ્માબેનું આગમન પણ વધાવવું જ રહ્યુ. અત્યારે શીતલનું સામ્રાજ્ય રાજ કરી રહ્યું છે. જે સ્વાસ્થ્ય રક્ષા માટે ખૂબ મહત્ત્વનું છે. પાચનશક્તિ તીવ્ર બનતી હોવાથી વસાણા અને ભારે ખોરાકનુ સારી રીતે પાચન સુપ્રાપ્ય હોય છે. વર્ષભર માટે ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવાની ઋતુ, સ્ફૂર્તિ અને ઉર્જાવાન બનાવી છે. પ્રેમીજનો માટે વસંતઋતુ મનભાવન ઋતુ છે. આમ ત્રણેવ બહેનો સ્વયંનુ પ્રારંપારિક મહત્ત્વ સજીવસૃષ્ટિ પર જાળવી રાખે છે. પ્રૃકતિમાતાએ પ્રશંસનીય એમનું સન્માન આવશ્યક બની રહે છે.
રાંદેર રોડ, સુરત- નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top