National

મહારાષ્ટ્રમાં એક સાથે ત્રણ માર્ગ અકસ્માત! ટ્રિપલ અકસ્માતમાં 17ના મોત

મુંબઇ: મહારાષ્ટ્ર (Maharashtra) માટે રવિવારનો દિવસ ખૂબ જ દુ:ખદ રહ્યો હતો. અહીં એક સાથે ત્રણ (Three) અકસ્માતમાં (Accident) 17 લોકોના મોત થયા હતા. પ્રથમ અકસ્માત નાગપુરના અમરાવતી રોડ પર આવેલા બજાર ગામની સોલાર કંપનીમાં થયો હતો. જેમાં 9 લોકોના મોત (Death) થયા હતાં. બીજો અકસ્માત અહમદનગર-કલ્યાણ હાઇવે પર અજીરંચી બાગ નજીક થયો હતો. જેમા ચાર લોકોએ જીવ ગુમાવ્યા હતા. તેમજ ત્રીજા અકસ્માતમાં પુણે-નાસિક હાઇવે ઉપર ટ્રક કાર પર પલટી જતા ચાર લોકોના મોત થયા હતા.

પ્રથમ અકસ્માતની વિગતો પ્રમાણે નાગપુરના અમરાવતી રોડ પર આવેલા બજાર ગામની સોલાર કંપનીમાં થયો હતો. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો હતો કે રવિવારે સવારે 9 વાગ્યે વિસ્ફોટકો પેક કરવાનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટ ખૂબ જ તીવ્ર હતો જેના કારણે ત્યાં હાજર કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમજ આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતા.

અહમદનગર-કલ્યાણ હાઇવે પર અજીરંચી બાગમાં આ અકસ્માતમાં ઓતૂરથી કલ્યાણ તરફ જઈ રહેલા પીકઅપે કાબુ ગુમાવી દીધો હતો અને રિક્ષા અને ટ્રકને ટક્કર મારી હતી. મૃત્યુ પામેલાઓમાં બે બાળકો પણ સામેલ છે. અકસ્માત સર્જાયો ત્યારે સીએમનો કાફલો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે સીએમ એકનાથ શિંદેએ તેમના કાફલાને રોક્યો અને ઘટનાસ્થળે હાજર પોલીસ અધિકારીઓ પાસેથી અકસ્માતની માહિતી મેળવી હતી.

બીજા અકસ્માતની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આ અકસ્માત 17 ડિસેમ્બર રવિવારના રોજ રાત્રે 10.30 થી 11.00 વાગ્યાની વચ્ચે અહમદનગર-કલ્યાણ હાઇવે પર અજીરંચી બાગ નજીક થયો હતો. મૃતકોમાં મસ્કરે પરિવારના ચાર સભ્યોનો સમાવેશ થાય છે. 30 વર્ષના ગણેશ મસ્કરે, 25 વર્ષના કોમલ મસ્કરે, ચાર વર્ષના બાળક હર્ષદ મસ્કરે અને 6 વર્ષની બાળકી કાવ્યા મસ્કરેના મોત થયા છે. આ પરિવાર માધમાં શાકભાજીનો વ્યવસાય કરતો હતો.

મળતી માહિતી મુજબ આ ભયાનક દુર્ઘટનાની માહિતી મળતા જ ઓતૂર પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમજ પોલીસ સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી શરૂ કરી હતી. આ ટ્રિપલ અકસ્માતમાં મૃતકોમાં પાંચ પુરૂષ, એક મહિલા અને બે બાળકો છે. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ઓતુર લાવવામાં આવ્યા છે.

ત્રીજા અકસ્માતમાં પુણે-નાસિક હાઇવે પર એક ભયાનક માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. પરંતુ આ ચાર મૃતકો વિશે હજુ સુધી માહિતી મળી નથી. તેમજ તેમના નામ હજી સુધી જાહેર કરવામાં આવ્યા નથી. મહારાષ્ટ્રના નાસિક-પુણે હાઈવે પર રવિવારે મોડી રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. અહેમદનગર જિલ્લાના સંગમનેર તાલુકાના ચંદનાપુરી ગામ પાસે તેજ ગતિએ જઈ રહેલી એક ટ્રક કાર પર પલટી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. તમામ મૃતકો અકોલે તાલુકાના રહેવાસી હોવાનું કહેવાય છે.

Most Popular

To Top