Gujarat

રાજકોટમાં ઘરઘાટીએ તરુણને બંધક બનાવી કરી લાખોની લૂંટ

રાજકોટ: રાજકોટ(Rajkot)માં સનસનાટી ફેલાવતી ઘટના સામે આવી છે. ઘરમાં રાખેલા ઘરઘાટીએ પત્ની અને મિત્ર સાથે મળી ઘર માલિકના પુત્રને બંધક બનાવીને 35 લાખની લૂંટ(Robbery) ચલાવી હતી. પરિવાર અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર હતો તે દરમિયાન ઘરઘાટીએ ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારબાદ ફરાર થઇ ગયા હતા. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી છે.

ડરાવી, ધમકાવી અને છરી બતાવી લૂંટ કરી
રાજકોટ શહેરના રોયલ પાર્ક સોસાયટીનાં ‘માતોશ્રી’ બંગલામાં પ્રભાતભાઈ સિંધવ પોતાના પરિવાર સાથે રહે છે. પ્રભાતભાઈના ઘરમાં એક નેપાળી દંપતિ ઘરઘાટી તરીકે નોકરી કરી રહ્યું હતું. તેઓ પત્ની સાથે કામ અર્થે અમદાવાદ ગયા હતા.આ દરમિયાન વહેલી સવારે ત્રીજા માળે જ્યાં પ્રભાતભાઈનો પુત્ર જશ સિંધવ સૂઈ રહ્યો હતો. તે દરમિયાન વહેલી સવારે તેમના જ ઘરમાં કામ કરતા શખસે અને બે અજાણ્યા શખસે લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે. આ લોકોએ જશને ઉઠાડી ડરાવી, ધમકાવી અને છરી બતાવી હતી. બાદમાં રોકડા અને સોનાના દાગીના ક્યાં છે એવું કહ્યું હતું. બાદમાં સામે જે રૂમ હતો એમાં રોકડ અને સોનાના દાગીના હોવાનું જાણતા તેનો લોક તોડી અંદર રોકડા અને સોનાના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો
બંગલામાં કામ કરતા નેપાળી શખસે અન્ય બે નેપાળી શખસને બોલાવીને ઘરમાં એકલા રહેલા 14 વર્ષના જશને ઓશીકું ફાડી તેના કાપડથી બંધક બનાવી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.સોના, ચાંદીના દાગીના સહિત 25 લાખ રોકડ મળી લાખો રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ DCP ક્રાઈમ, DCP ઝોન-2 સહિતના અધિકારીઓ પહોંચ્યા છે. રાજકોટ ઝોન-2ના DCP સુધીર દેસાઈએ જણાવ્યું હતું કે, પ્રભાતભાઈ સિંધવના ઘરમાં ઘરમાં કામ કરતા શખસે અને બે અજાણ્યા શખસે લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપીઓ લોક તોડી અંદર રોકડા અને સોનાના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જેટલા એક્ઝિટ રૂટ છે તેના પર પોલીસ હાલ સઘન તપાસ હાથ ધરી રહી છે.

આરોપીઓ સીસીટીવીમાં કેદ
પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ જપ્ત કરી તપાસ શરૂ કરી છે. 14 વર્ષનો તરુણ ઘરે એકલો હતો. તેની એકલતાનો લાભ લઈ અન્ય બે નેપાળી શખસને બોલાવી ઘટનાને અંજામ આપ્યો હતો. પ્રભાતભાઈ સિંધવનો અને તેઓ પરિવાર સાથે અમદાવાદ ગયા હતા. ત્યારે તેમનો 14 વર્ષનો પુત્ર જશ એકલો ઘરે હતો. તરુણનો પરિવાર અમદાવાદ એરપોર્ટ પર હતો તે સમયે ઘટના બની હતી. પ્રભાતભાઈના બંગલામાં નોકર અનિલ અને તેની પત્ની દોઢ-બે મહિના પહેલાં જ ઘરઘાટી તરીકે આવ્યું હતું. આ દંપતી પ્રભાતભાઈના બંગલામાં નીચે ઓરડીમાં રહેતું હતું. અનિલ બંગલામાં ચોકીદારની સાથે પત્નીને બંગલાના કામમાં મદદ કરતો હતો.

Most Popular

To Top