SURAT

પીપોદરામાં બાઇક પર આવેલા ત્રણ શખ્સનું કાપડના વેપારી પર ફાયરિંગ

હથોડા : પીપોદરા ગામના ડાબરીયા ફળિયાના ગેટ નજીક જાહેર રોડ પર મોટર સાયકલ પર ધસી આવેલા અજાણ્યા ત્રણ શખ્સોએ કાપડના વેપારી પર આડેધડ ત્રણ રાઉન્ડ ગોળીબાર કરતા વેપારીના પેટમાં ગંભીર ઈજા થતાં તેને કટોકટ હાલતમાં સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો છે.

જેને ગોળી મારવામાં આવી છે તેની સાથે અંગત અદાવત હશે અથવા તો પૈસાની લેતી દેતી હશે, જેને ગોળી મારી જ તે યુવાન પીપોદરા-કન્યાસી રોડ કાપડની દુકાન ધરાવે છે. આ દુકાનદારને નિશાન બનાવી ધડાધડ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરીને અજાણ્યા ત્રણ યુવાનો મોટરસાયકલ પર પલકવારમાં ભાગી છુટ્યા હતા. બનાવની જાણ થતા જ પાલોદ, કોસંબા અને સુરત જિલ્લા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી, પરંતુ આરોપી ભાગી છુટ્યા હતા. આ લખાય છે ત્યારે ઘટના સ્થળે હાજર પોલીસ કાફલાએ સીસીટીવી કેમેરા ચકાસવાની શરૂઆત કરી છે. જેના ઉપર ફાયરિંગ કરાયું તે દુકાનદારનું નામ જાણી શકાયું નથી. બીજી તરફ પોલીસ સુરત સિવિલ હોસ્પિટલમાં ફરિયાદ લેવા પહોંચી છે.

Most Popular

To Top