Madhya Gujarat

ધાનપુરના દુધામળી ગામે દીપડાએ હુમલો કરતા ત્રણને ઇજા થતા ગામ લોકોમાં ફફડાટ

દાહોદ, : ધાનપુર તાલુકાના દુધાળા ગામે દુધામળી ગામે ડાંગરના ખેતરમાં દીપડો જોવાતા ગ્રામજનોમાં ફફડાટ વન કર્મીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરતા દીપડાએ ત્રણ ઈસમ ઉપર હુમલો કરી ઈજા પહોંચાડી દીપડાને કોર્ડન કરી રેસ્ક્યુ હાથ ધરી દીપડાને પાંજરે પૂર્યો દીપડો પાંજરે પુરાતા ગ્રામજનો એ હાશકારો અનુભવ્યો. ધાનપુર તાલુકાના દુધામળી ગામે બે દિવસ અગાઉ એક દીપડો એક અવઢ મકાનમાં ઘુસી ગયો હતો તેને વનવિભાગ દ્વારા રેસ્ક્યુ કરી જંગલ તરફ ભગાડી મૂક્યો હતો ત્યારે ફરીથી ડાંગરના ખેતરમાં દીપડાએ દેખો દેતા ખેતરમાં કામ કરતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને ગ્રામજનો પોતાના ખેતરમાંથી ઘર તરફ દોડી આવ્યા હતા.

ત્યારે આ બનાવની જાણ સ્થાનિક વનવિભાગને કરવામાં આવતા ધાનપુર રેન્જના આર.એફ.ઓ ચૌહાણ સહિત નો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને જે ખેતરમાં દિપડાએ દેખા દેતો તે ખેતરને કોર્ડન કરી તપાસતા દીપડાએ એક રોજમદાર લક્ષ્મણ ભાઈ  ઉપર અચાનક હુમલો કરી દીધો હતો અને તેમને બચાવવા જતાં અન્ય બે ઈસમ ને ઓછી વત્તી ઇજા પહોંચાડી દીપડો ફરી ડાંગરના ખેતરમાં છુપાઈ ગયો હતો ત્યારે વન કર્મીઓએ આંખે તને કોર્ડન કરી દીપડાનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું જેમાં દીપડો જે ખેતરમાં છુપાયો હતો તે જગ્યા ઉપર કોર્ડન કરી તેની ઉપર જાળ નાખી તેને ઝડપી પાડી પાંજરે પૂર્યો હતો અને દીપડો પાંજરે પુરાતા જ આસપાસના લોકો દીપડાને જોવા દોડી આવ્યા હતા દીપડો પાંજરે પુરાતા ગ્રામજનો એ જાણે હાશકારો અનુભવ્યો હોય તેમ જોવાઈ રહ્યું હતું ત્યારે આ દીપડાને દેવગઢ બારીયા ખાતે ખસેડવામાં આવ્યો હતો.

Most Popular

To Top