લખનૌ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ની લખનૌ(Lucknow) અને કર્ણાટક(Karnataka)ની છ ઓફિસોને બોમ્બ(Bomb)થી ઉડાવી દેવાની ધમકી(Threat)નો મામલો સામે આવ્યો છે. જે બાદ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના મડિયાંવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. લખનૌ પોલીસે જણાવ્યું કે સોમવારે રાત્રે એક વોટ્સએપ ગ્રૂપ દ્વારા લખનૌ સિવાય RSSની પાંચ ઓફિસોને બોમ્બની ધમકી આપવામાં આવી હતી. જેમાં યુપીમાં બે અને કર્ણાટકમાં ચાર ઓફિસનો સમાવેશ થાય છે. આ વોટ્સએપ ગ્રુપના સ્ક્રીન શોટ વાયરલ થઈ રહ્યા છે. જેમાં હિન્દી, અંગ્રેજી અને કન્નડ એમ ત્રણ અલગ-અલગ ભાષાઓમાં ધમકીઓ આપવામાં આવી છે. લખનઉ પોલીસે કહ્યું વોટ્સએપ ગ્રુપ ધમકી આપ રહેલા લોકોની શોધખોળ શરુ કરી છે.
ઇન્વાઇટ લિંક દ્વારા વ્હોટ્સએપ ગ્રુપમાં જોડાયો હતો કાર્યકર્તા
બોમ્બની ધમકી આપવાની ઘટના ત્યારે સામે આવી જયારે ‘અલ ઇમામ અંસાર રાજેઉન મહેંદી’ નામના વ્હોટ્સએપ ગ્રુપમાં એક RSS કાર્યકર ઇન્વાઇટ લિંક દ્વારા જોડાઈ ગયો. કહેવામાં આવી રહ્યું છે કે આ ગ્રુપની લિંક ઘણા ગ્રુપમાં શેર કરવામાં આવી રહી હતી. જેના કારણે આરએસએસના કાર્યકર પણ તેને ખોલીને જોડાયા હતા. ગ્રુપમાં જોડાયા બાદ જ્યારે RSS કાર્યકર્તાએ કાર્યાલયોને બોમ્બ ઉડાવી દેવાની ચર્ચા જોઈ તો તેના હોશ ઉડી ગયા. તે પછી તરત જ સ્વયંસેવકે અવધ પ્રાંતના અધિકારીને જાણ કરી હતી. જેથી આ ઘટના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી ગઈ હતી. જેનાં બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓને આ અંગે જાણ કરવામાં આવી હતી.
મડિયાંવ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મેસેજની જાણકારી પર પોલીસ લખનૌના અલીગંજ સેક્ટર ક્યૂ સ્થિત સરસ્વતી વિદ્યા મંદિર પહોંચી હતી. અહીં આરએસએસના અવધ પ્રાંતના ઘોષ પ્રમુખ પ્રોફેસર નીલકંઠ તિવારીની ફરિયાદ પર મડિયાંવ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. મડિયાંવ પોલીસે જણાવ્યું કે આ મામલામાં કલમ 507 અને આઈટી એક્ટ 66 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પોલીસે જણાવ્યું કે સાયબર સેલની મદદથી ગ્રુપમાં જે નંબર પરથી મેસેજ મોકલવામાં આવ્યો છે તેની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. ગયા વર્ષે જુલાઈમાં આરએસએસની ઓફિસ અને પ્રાચીન હનુમાન મંદિરોને ઉડાવી દેવાની ધમકી આપતા પત્રો સામે આવ્યા હતા.
ત્રણ અલગ અલગ ભાષાઓમાં ધમકીઓ
અલ અન્સારી ઈમામ રાઝી ઉન મહેંદી નામના વોટ્સએપ ગ્રુપમાં ત્રણ અલગ-અલગ ભાષાઓ કન્નડ, હિન્દી અને અંગ્રેજીમાં ધમકીભર્યા મેસેજ મોકલવામાં આવ્યા હતા. હિન્દીમાં લખ્યું છે કે નવાબગંજ ઉત્તર પ્રદેશ 271304. તમારી છ પાર્ટી ઓફિસ પર 8 વાગ્યે બોમ્બથી હુમલો કરવામાં આવશે. જો શક્ય હોય તો, વિસ્ફોટ બંધ કરો. નવાબગંજ ઉપરાંત લખનૌના સેક્ટર ક્યૂમાં સ્થિત સરસ્વતી વિદ્યા મંદિરનો પણ ઉલ્લેખ છે. યુપી ઉપરાંત કર્ણાટકમાં આરએસએસની 4 ઓફિસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
તામિલનાડુથી એકની ધરપકડ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ઓફિસોને ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપી રાજ મોહમ્મદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. રાજ મોહમ્મદની તમિન્નાજુના પુડુક્કુડીથી ધરપકડ કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ પોલીસની સૂચના પર એટીએસના હાથે આરોપી ઝડપાયો હતો. આરોપીઓએ લખનૌ, ઉન્નાવ અને અન્ય શહેરોમાં સ્થિત RSSની ઓફિસોને ઉડાવી દેવાની ધમકી આપી હતી.