Gujarat Main

મ્યાનમારે નામ આપેલ ‘તૌકતે’ વાવાઝોડાથી ગુજરાતને ખતરો: હવામાન વિભાગ

નવી દિલ્હી, ગાંધીનગર, તા. 14 અરબી સમુદ્ર (ARABIAN SEA)માં ઉદભવેલું ડિપ્રેશન 17મીએ ‘અતિ તીવ્ર વાવાઝોડા’ (CYCLONE)માં ફેરવાશે અને એક દિવસ બાદ ગુજરાતના દરિયાકાંઠે (GUJARAT SEA SHORE)થી પસાર થશે એ, ભારતીય હવામાન વિભાગે (Indian Meteorological Department) જણાવ્યું હતું.

હવામાન સ્થિતિ ડીપ ડિપ્રેશનમાં સઘન બની છે અને શનિવારે સવાર સુધીમાં તે વાવાઝોડામાં ફેરવાશે અને શનિવારે રાત સુધીમાં અતિ તીવ્ર વાવાઝોડું બનશે. 16-19 મે દરમ્યાન તે અતિ તીવ્ર વાવાઝોડામાં ફેરવાશે અને પવનની ઝડપ કલાકે 150-160 કિમી/કલાકની રહેશે જે વધીને 175 કિમી/કલાક થઈ શકે છે. 18મીની સવાર સુધીમાં તે ગુજરાત કાંઠે પહોંચશે. તમિલનાડુ, કર્ણાટક, ગોવા, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ (HEAVY RAINFALL)ની આગાહી છે. 18મીએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે.

આ સંભિવત વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના સમુદ્રમાં દરિયાઈ કરંન્ટમાં જોવા મળી રહી છે. રાજ્ય સરકારે કચ્છ, જામનગર, પોરબંદર, મોરબી, જુનાગઢ અને અમરેલી સહિતના જિલ્લાઓમાં માછીમારોને દરિયો ખેડવા નહીં જવાની સલાહ આપી છે. એટલુ જ નહીં દરિયામાં ગયેલા તમામ માછીમારોને પરત બોલાવી દેવામાં આવ્યા છે. આગામી 18 મેના રોજ આ વાવાઝોડુ સૌરાષ્ટ્ર અને કચ્છના સાગરકાંઠે ટકરાય તેવી સંભાવના છે. તકેદારીના પગલા રૂપે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વલસાડ સહિતના જિલ્લાઓમાં સાગરકાંઠે એલર્ટ જારી કરાયું છે.

ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા સૌરાષ્ટ્રના સંભિવ અસર પામનારા જિલ્લા વહીવટીતંત્રને એલર્ટ સંદેશો આપી દેવાયો છે, અહીંથી સતત સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. સંભવિત નુકસાન થવાની ભીતિના પગલે ૧૫ જેટલી એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ખાસ કરીને સાગરકાંઠાના આ જિલ્લામાં મામલતદાર અને તલાટીઓને ફરજ પર હાજર રહેવા પણ જણાવવામાં આવ્યુ છે. જાફરાબાદમાં ભયસૂચક ૧ નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. એટલુ જ નહીં દરિયો ખેડવા ગયેલી માછીમારોની બોટને પરત લાવવા પ્રયાસ ચાલી રહ્યા છે. કચ્છમાં પણ માછીમારી માટે ગયેલી બોટને પર લાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે.

મ્યાનમારે નામ આપ્યું
તૌકતે નામ મ્યાનમારે આપ્યું છે જેનો અર્થ ગરોળી થાય છે અને આ વર્ષનું આ પહેલું વાવાઝોડું છે.

150 કિમીની ઝડપે પવન ફૂંકાશે, 14 જિલ્લાઓને એલર્ટ

ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે રાજ્યનું વહીવટી તંત્ર આ વાવાઝોડા સામે સંપૂર્ણ રીતે સુસજ્જ છે. “તૌકતે” અનુસંધાને હવામાન ખાતાની આગાહી મુજબ અરબી સમુદ્વનું ડિપ્રેશન છે તે તા.૧૫ મીમેના રોજ સાયકલોનમાં પરિણમે તેવી પુરી સંભાવના છે. સૌરાષ્ટ્રના દરિયાકિનારાના જિલ્લાઓના કેટલાક ગામોમાં આ વાવાઝોડાની અસર થાય તેવી સંભાવના છે. જો આ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકિનારે અથડાશે તો હાલના અનુમાન મુજબ 140 થી 150 કિમી/કલાકની ગતિથી વાવાઝોડાનો પવન રહેશે તેવું આઈ.એમ.ડી. વિભાગનું અનુમાન છે. એટલું જ નહી સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓના વહીવટી તંત્ર દ્વારા દરિયો ખેડવા ગયેલા માછીમારોને આવતીકાલ સુધીમાં પરત આવવાનો સંદેશો પણ પહોંચાડી દઇ માછીમારો પરત આવે ત્યાં સુધીની ફોલોઅપ કામગીરી પણ ચાલી રહી છે.

રિયાકિનારાના વિસ્તારોના લોકોને જરૂરીયાતના સમયે સ્થાળાંતર કરાવવા તથા કોવિડ પ્રોટોકોલ સાથે સલામત સ્થળે લઈ જવા માટે તથા આશ્રય સ્થાનો પરની સુવિધા, વિજળી, પાણી, સલામતી સહીતની તમામ પ્રાથમિક સુવિધાઓ અગોતરી સુનિશ્વિત કરવા માટે આજે 4:30 કલાકે મુખ્ય સચિવ અનીલ મુકીમની અધ્યક્ષતામાં મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, રાજ્યના પોલીસ વડા સહિતના તાત્કાલિક સેવાના રાજ્યક્ષાના અધિકારીઓ સાથે તથા સંભવિત અસરગ્રસ્ત 14 જિલ્લાના કલેક્ટરો, મ્યુ. કોર્પોરેશનના કમિશ્નરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને જિલ્લા પોલીસ વડાઓ સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી બેઠક યોજીને તૈયારીઓની સમિક્ષા કરવામાં આવી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top