National

મુંબઈમાં આતંકી હુમલાની ધમકી, તાલિબાને NIAને મોકલ્યો મેલ

મુંબઈ: મુંબઈમાં (Mumbai) આતંકી હુમલાની (Terroirs Attack) ધમકી (Threat) આપવામાં આવતા ખળભળાત મચ્યો છે. NIAને ધમકી ભર્યો ઈમેલ (E-mail) મળ્યા બાદ દેશના વિવિધ શહેરોને એલર્ટ (Alert) કરી દેવામાં આવ્યા છે. તાલિબાને (Taliban) મેલ મોકલતા જ NIAએ મુંબઈ પોલીસને આ અંગે માહિતી આપી છે. પોલીસ અને અન્ય એજન્સીઓ હાલ તપાસ હાથ ધરી છે. આ સાથે જ કેટલાક શહેરોમાં એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ મહત્વના સ્થળો પર પોલીસ દ્વારા સુરક્ષા કડક કરી દેવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર NIAના ઈમેલ આઈડી પર ધમકી ભર્યો મેલ મળ્યો હતો, જેમાં મુંબઈમાં આતંકી હુમલાની ધમકી આપવામાં આવી છે. ઈ-મેઈલ કરનારે પોતાને તાલિબાન ગણાવ્યો હતો અને દાવો કર્યો હતો કે તાલિબાન સંગઠનના નેતા સિરાજુદ્દીન હક્કાનીના આદેશ પર આ હુમલો થવા જઈ રહ્યો છે.

NIAને ધમકી ભર્યા ઈમેલની માહિતી મળતાની સાથે જ મુંબઈ પોલીસને તેની જાણ કરવામાં આવી હતી. હાલ પોલીસ અને અન્ય એજન્સીઓ તપાસ હથ ધરી છે અને ઈમેલ ક્યાંથી મોકલવામાં આવ્યો હતો તે શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સાથે જ દેશના અલગ-અલગ શહેરોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. NIA તરફથી ઇનપુટ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ એક્શનમાં આવી ગઈ છે. મુંબઈ પોલીસે જાહેર સ્થળો, એરપોર્ટ, રેલવે સ્ટેશન સહિતના મહત્વના સ્થળોની સુરક્ષા પણ કડક કરી દેવામાં આવી છે.

કોણ છે સિરાજુદ્દીન હક્કાની
સિરાજુદ્દીન હક્કાની તાલિબાનના સૌથી ખતરનાક ગ્રુપ હક્કાની નેટવર્કનો વડા છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસી બાદ તેને કાર્યકારી ગૃહ પ્રધાન બનાવવામાં આવ્યો છે. આ સાથે સિરાજુદ્દીન હક્કા તાલિબાનમાં નંબર 2 નેતાનું પદ ધરાવે છે. તાલિબાનમાં હક્કાની નેટવર્કની ખાસ પ્રભાવ જોવા મળે છે. અમેરિકન તપાસ એજન્સી એફબીઆઈએ હક્કાનીના લોકેશનની જાણકારી માટે $10 મિલિયનનું ઈનામ રાખ્યું છે.

ગયા મહિને પણ ધમકી મળી હતી
આ પહેલા જાન્યુઆરીમાં મુંબઈમાં આતંકી હુમલાની ધમકી મળી હતી. એક વ્યક્તિએ મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમને ફોન કર્યો અને શહેરભરમાં જુદા જુદા સ્થળોએ બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપી હતી. ધમકી આપનાર વ્યક્તિએ ફોન પર કહ્યું હતું કે 1993ની જેમ મુંબઈના વિવિધ સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કરીને આતંક મચાવશું અને 2 મહિનાની અંદર આ હુમલાઓ કરશું તેવી પણ ધમકી આપી હતી.

Most Popular

To Top