SURAT

તુ તારી પત્ની મને 80 હજાર રૂપિયામાં વેચી દે, યુવકની મહિલાના પતિને ધમકી

સુરત: (Surat) વરાછામાં રહેતી એક મહિલાને રમેશ ડાભી નામના યુવકે ફોન કરીને ઘરમાં બેસાડવાની વાત કરી હતી. આ ઉપરાંત મહિલાના પતિ અને છોકરાને મારી નાંખવાની ધમકી આપતા આખરે મામલો પોલીસમાં (Police) પહોંચ્યો હતો. મહિલાના પ્રેમમાં (Love) પાગલ યુવકે મહિલાને (Lady) ફોન કરીને ધમકીઓ (Threat) આપતા ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ વરાછાના લંબે હનુમાન રોડ ઉપર આવેલી સોસાયટીમાં રહેતા આકાંક્ષાબેન રમેશભાઇ રાઠોડ (નામ બદલ્યું છે) ઘરકામ કરે છે. તેઓ જે મકાનમાં રહે છે તે મકાન રમેશભાઇ ડાભીએ તેમને 80 હજારમાં વેચ્યું હતું. બીજી તરફ રમેશ ડાભીએ તેમના પતિને ફોન કરીને કહ્યું કે, મેં તને મારુ મકાન 80 હજારમાં વેચ્યું છે, હવે તું તારી પત્નીને મને 80 હજારમાં વેચી દે. જો કે, મહિલાનો પતિએ ફોન કાપી નાંખ્યો હતો અને ત્યારબાદ તેઓ તેમના કામ ઉપર ચાલ્યા ગયા હતાં. ત્યારબાદ રમેશ ડાભીએ પરિણિતાનેને ફોન કરીને કહ્યું કે, હું તને મારા ઘરમાં બેસાડવા માંગુ છુ, હું તારા પતિને રૂપિયા આપી દઇશ. જો તું મારી પાસે નહીં આવીશ તો હું તારા પતિ અને છોકરાને મારી નાંખીશ. આ ઉપરાંત તેણે મહિલાના વ્હોટ્સએપ નંબર ઉપર બિભત્સ મેસેજો મોકલ્યા હતા. બનાવ અંગે વરાછા પોલીસમાં ફરિયાદ કરાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મહિલાને પતિ પાસેથી છૂટાછેડા લેવડાવી કર્યું આ કામ..

સુરત: વડોદરાથી ઇકો ગાડી લઇને સુરત આવેલા યુવકે એક મહિલાને પ્રેમજાળમાં ફસાવીને બળાત્કાર ગુજાર્યો હતો. વડોદરાના આ યુવકને પોલીસે પકડી પાડી જેલમાં મોકલી આપ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ છોટા ઉદેપુરના જાંબુઘોડાના વડોદરાના જલારામ નગર પાસે રહેતા રાહુલ નવલસિંહ બારીયાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસની પૂછરપછમાં રાહુલ થોડા દિવસો પહેલા સુરતના ડિંડોલી વિસ્તારમાં આવ્યો હતો. અહીં શાકભાજી વેચતી એક મહિલા સાથે તેનો સંપર્ક થયો હતો. મહિલાના લગ્ન થઇ ગયા હોવા છતાં રાહુલે મહિલાને લગ્નની લાલચ આપી હતી. મહિલાએ તેના બે પુત્રોને લઇ રાહુલની સાથે રહેવા ગઇ હતી. આ ઉપરાંત મહિલાએ તેના પતિને પણ છૂટાછેડા આપી દીધા હતાં. આ મહિલા રાહુલની સાથે દમણ અને વાપીની હોટેલમાં ગઇ હતી, ત્યાં રાહુલે બળાત્કાર ગુજાર્યો હતો. બનાવ અંગે ડિંડોલી પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

Most Popular

To Top