વડોદરા: વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર આજવા રોડ ઉપર દત્તનગર અને ચામુંડા નગર પાસે પીવાના પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ પડતાં હજારો લીટર પાણીનો વેડફાટ થવા પામ્યો છે.છેલ્લા 1 અઠવાડિયાથી પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું હોવા છતાં તેની મરામતની તસ્દી લેવામાં નહીં આવતા વિસ્તારના રહીશોએ પાણી માટે વલખાં મારવાની ફરજ પડી છે. વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલ દતનગર અને ચામુંડા નગર પાસે છેલ્લા એક અઠવાડિયાથી પીવાના પાણીમાં લીકેજ ની સમસ્યા સર્જાઈ છે.
જેનું આજદિન સુધી સમારકામ કરવામાં નહીં આવતા રોજેરોજ હજારો લીટર પીવાનું ચોખ્ખું પાણી વહી જતા સામાજિક કાર્યકર તેજસ બ્રહ્મભટ્ટ તંત્ર સામે ભીખા શબ્દોના પ્રહારો કર્યા હતા તેઓએ જણાવ્યું હતું કે કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા શહેરનો પૂર્વ વિસ્તાર છે. આજવા રોડ ઉપર આવેલ દત્તનગર અને ચામુંડા નગર પાસેનો આ ભાગ છે.જ્યાં છેલ્લા એક અઠવાડિયાથી પાણીની લાઇન લીકેજ છે.હજારો લીટર પીવાનું શુદ્ધ પાણીનો બગાડ થઇ રહ્યો છે.એક તરફ પૂર્વ વિસ્તારમાં પાણી પીવા માટે ના મળી રહેતું હોય પૂર્વ વિસ્તાર ના લોકો પાણી માટે વલખા મારી રહ્યા હોય એવા સમયે પીવાના પાણીનો આવો બગાડ છેલ્લા એક અઠવાડિયાથી થઈ રહ્યો છે.
જે દુઃખદ બાબત છે.ચૂંટાયેલી પાંખના પ્રતિનિધિઓના અંકુશ વગરના કારણે બે લગામ બનેલા અધિકારીઓ પાસે પૂર્વ વિસ્તારના પાણીની સમસ્યા દૂર કરવા માટે નું કોઈ સમાધાન નથી અને એવા સમયે આ જ રીતનો પાણીનો બગાડ ખૂબ ગંભીર બાબત કહી શકાય પીવાના પાણીની લાઈનના લિકેજને કારણે થોડા સમય પહેલા જે થૂંક લગાવીને રોડ બનાવ્યો હતો. તેમાં પણ ભૂવો પડી ગયો છે.અને એ ભૂવો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે.તેમ છતાં પણ નિંદ્રાધીન અને કુંભકર્ણની નિદ્રામાં પોઢેલા અધિકારીઓ પાસે આ રિપેર કરવાનો સમય નથી.માટે અમારી સ્પષ્ટ માંગ છે કે આને તાત્કાલિક રીતે કોઈ પણ ભોગે રિપેર કરવામાં આવે.