ઉપરી અધિકારીઓને ગાંઠતા નથી. ભાડા ભથ્થું, મોંઘવારી ભથ્થું વધતાં જાય છે પણ પૂરેપૂરો કાર્યક્ષમતામાં વધારો થતો નથી. વિદેશોમાં કલાક પ્રમાણે વેતન ચૂકવાય છે. અહીં ભારતમાં કોઇ ધારાધોરણનું બંધન છે. પાંચ દિવસમાં કયારેક અધૂરું કામ રહી જાય છે. સરેરાશ ફકત 20 દિવસનું જ કામ થાય છે. બાકીના 10 દિવસનો પગાર બોનસ ગણાય છે. કલાક પ્રમાણે વેતન ચૂકવશો તો વેડફાઇ જતી રાષ્ટ્રિય બચત વધશે.
અડાજણ – અનિલ શાહ.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
હેલ્મેટનું ભૂત
સુરત શહેરમાં 15 ફેબ્રુઆરીથી હેલ્મેટ ફરજીયાત કરવા માટેનો કાયદો અમલમાં આવે છે. ફક્ત આખા સુરતમાં અકસ્માતમાં હેલ્મેટને કારણે 50 વ્યક્તિ મૃત્યુ પામેલ છે. શું તેઓ હેલ્મેટ પહેરતે તો મૃત્યુ નહીં થતે? સુરતમાં ટ્રાફિક સમસ્યા એટલી બધી છે કે 30 કી.મી. ઉપરની સ્પીડે ટુ વ્હીલર ચાલતાં જ નથી. હેલ્મેટને કારણે સિનિયર સીટીઝન અને કાને બહેરાશ માણસોની કોઈ વિચાર કરતું જ નથી. સિનિયર સીટીઝન માટે હેલ્મેટ નાબૂદ કરવી જોઈએ. સુરત મહાનગરપાલિકાની હદની બહાર હાઈ વે અથવા મેઈન રોડ પર ફરજીયાત હેલ્મેટનો કાયદો અમલ કરાવવો જોઈએ. નાગરિકો વિરોધ નહીં કરશે તો આ સરકાર ચાલવા માટે પણ દખલ કરશે.
– મહેશ પી. મહુવાગરા.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.