Charchapatra

કોશિશ  કરનેવાલોં કી કભી હાર નહીં હોતી

સમાજને પ્રેરણા આપવામાં આવે એવી સરસ મજાની વાત કરવામાં આવી છે. મોડે મોડે પણ પેલા શિષ્ટના જીવનમાં પરિવર્તન આવે છે. એને સફળતા મળે છે. એની ગાડી પાટા પર ચઢી જાય છે. આગમ છોડીને જતા રહેવાની એ વાત ભૂલી જાય છે. ખેર, અહીં મને સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના જીવનની શરૂઆતથી કેરિયરની વાત યાદ આવે છે. એની કહાણી પણ જેવી તેવી નથી. એક સરખી 11 ફિલ્મો નિષ્ફળ ગયા બાદ તેઓ પણ નાસીપાસ થઈ ગયેલા.

એવી નિરાશામાં એને એક સમય પર મુંબઈમાં રહીને ટેક્ષી ડ્રાઈવરની નોકરી કરવાનું પણ વિચારેલું. સદ્નસીબે ‘જંજીર’ ફિલ્મની જબરજસ્ત સફળતા બાદ ક્યારેય એમને પાછળ ફરીને જોવું પડ્યું નથી. ‘જંજીર’ ફિલ્મથી એના જીવનમાં જબરજસ્ત પરિવર્તન આવ્યું. આજે 82 વર્ષની ઉંમરે હજુ પણ તેઓ કર્મક્ષેત્રમાં વ્યસ્ત રહે છે. જ્યાં સુધી સાંસ ચાલે છે ત્યાં સુધી આશ છોડી દેવી નહીં. કંઈ કેટલીય બિમારીથી ઘેરાયેલા આ કલાકાર આપણા સૌ માટે એક દીવાદાંડી સમાન છે. વાચકો, ‘કોશિશ કરનેવાલોં કી કભી હાર નહીં હોતી.’’ આ જીવનમંત્ર સદા યાદ રાખો.
ગોપીપુરા, સુરત – જગદીશ પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

‘સુરતની ટ્રાફિક સમસ્યા’
આજે ટેકનોલોજી ચાંદ અને મંગળગ્રહ પર પહોંચી છે. પણ એ જ માનવ જ્યારે ટ્રાફિકમાં ફસાઈ ત્યારે કેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તે વિચારવા જેવું છે. સુરતના અમુક એવા ગીચ વિસ્તારો છે. જયાં ગયા તો ફસાઈ જ ગયા સમજો. એટલે કે તમે જો વરાછા,  કતારગામ અને ચોક બજાર જેવા વિસ્તારમાં જો બાઈક કે ગાડી લઈને નીકળો તો તમે ટ્રાફિકને કારણે એક બે કલાક તો આમ જ બર્બાદ થઈ જાય. સમય, પેટ્રોલ અને માનસિક શાંતિ વગેરે બધાનું નુકસાન ખાલી આ ટ્રાફિકને કારણે જ થાય છે. સાથે પરેશાની પડત છે તે સમજવા જેવું છે.
સુરત – બિદિંયા ભરત ડાભી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top