સુરત: સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા કોરોનાકાળમાં આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની મુદ્દામાં ઘણીવાર વધારો કરવામાં આવ્યા છતાંય જે કરદાતાઓએ રિટર્ન ફાઇલ કરવામાં આનાકાની કરી રહ્યાં છે તેમની સામે પગલા લેવાની તૈયારી કરવામાં આવી છે. ફાઇનાન્સ એક્ટ, 2021 મુજબ જો કોઈ કરદાતાએ છેલ્લા બે વર્ષથી આવકવેરા રિટર્ન ભર્યું નથી, તો તેણે વધુ ટીડીએસ અને ટેક્સ ટીસીએસ ચૂકવવા પડશે. જો આ બે વર્ષમાં બાકી રહેલ ટીડીએસ અથવા ટીસીએસ રૂ. 50 હજાર અથવા તેથી વધુ છે, તો ટીડીએસ ઉંચા દરે ચૂકવવા પડશે. આ નિયમ 1 જુલાઈ 2021 થી અમલમાં આવશે.
સીબીડીટીના નવા નિયમો મુજબ ઇન્કમ ટેક્સ એક્ટ 1961 ની સેક્સન 206એબીહેઠળ, ઇન્કમટેક્સ એક્ટની હાલની જોગવાઈઓનાં બે ગણા કે પ્રવર્તમાન દરનાં બે ગણામાં કે પછી પાંચ ટકામાં જે પણ વધારે હશે તે હિસાબથી ટીડીએસ લાગી શકે છે, ટીડીએસ માટે પણ તે હાલની જોગવાઈઓ અનુસાર પ્રવર્તમાન દર કે પાંચ ટકામાંથી જે પણ વધુ હશે તે હિસાબથી ચૂકવવામાં આવશે. આઇટી સેક્શન 206એબી નો નિયમ પગાર, કર્મચારીઓને બાકી ચૂકવણી, ક્રોસ વર્ડ અને લોટરીમાં જીતેલી રકમ, ઘોડાની રેસ પર મળેલી રકમ, સિક્યોરિટાઇઝેશન ટ્રસ્ટમાં રોકાણથી થતી આવક અને રોકડ ઉપાડ પર લાગુ થશે નહીં. 206 એબી હેઠળ ભારતમાં ઘર ન ધરાવતા બિનનિવાસી કરદાતાઓને પણ લાગુ થશે નહીં, જો બંને કલમો 206એએ દર અને 206એબી લાગુ હોય છે.
જો કોઇ કરદાતા પાસે પાન કાર્ડ નહીં હોય તો વધુ ટેક્સ ચુકવવો પડશે.અગાઉ આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હતી, પરંતુ હવે તેને વધારીને 30 મી સપ્ટેમ્બર કરવામાં આવી છે. તે સંજોગોમાં કરદાતાઓમાં મુંઝવણ ઉભી થઇ છે કે 2021ના ફાયનાન્સ એક્ટનો અમલ કડકાઇ થી થશે કે કેમ તે જોવું રહ્યું