ગોધરા: મહિસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના નવા ચારણ ગામના વિમલકૂમાર પટેલને જીઓ કંપનીમાથી બોલૂ છુ તેમ કહીને અજાણ્યા ઇસમે ફોન કરીને વોટસએપ ઉપર જરૂરી ડોક્યુમેન્ટ મંગાવીને ખેતરમા જીઓ ટાવર ઉભો કરીને વધૂ ભાડાની લાલચ આપી હતી.અને પ્રોસેસિંગ ફીના નામે ઓનલાઇન ટ્રાન્સફર તેમજ અન્ય બેંક ખાતાઓમાં ૬,૪૫,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરાવીને છેતરપીંડી હાથ ધરી હતી.આ મામલે સાયબર પોલીસ મથક ગોધરા ખાતે ફરિયાદ નોંધાઈ હતી.જેના આધારે પીઆઈ જે.એન.પરમાર તેમજ તેમની ટીમ દ્વારા મોબાઇલ નંબરો તેમજ બેંક ખાતાની ડીટેલ હાથ ધરવામા આવી હતી.
જેની ઝીણવટ પૂર્વક તપાસમાં આરોપીઓ દિલ્લીમા રહેતા હોવાની વિગતો બહાર આવી હતી.સાયબર ક્રાઇમ પોલીસની ટીમ દિલ્લી ખાતે જઇને ગુનામા સંડોવાયેલા આરોપીઓ વિક્રમસિંહ યાદવ, સચિન શર્મા, શાહિલ વિરેન્દર, નીતેશ બલજીત , રાહૂલ બલજીતને દિલ્લીથી ઝડપી પાડ્યા હતા. ૬નંગ મોબાઈલ સહિતનો ૧૯૦૦૦ રૂપીયાનો મૂદ્દામાલ જપ્ત કર્યો હતો.આરોપીઓએ આવા ગુના પહેલા કર્યા છે ? અન્ય કોણ કોણ સંડોવાયેલા છે.?તે બાબતે તપાસનો દોર શરૂ કરવામા આવ્યો છે.અન્ય આરોપીઓ નિશા બલરામ,રાકેશ મહેલોરિયા,ગૌરવ મહેરોલિયા અને તેની પત્નીને વોન્ટેડ જાહેર કરાયા છે.