World

‘આની ગંભીર સજા મળશે!’ ખામેનાઈના મૃત્યુની ખરાઈ કરતા ઈરાને ચેતવણી આપી: સર્વોચ્ચ નેતાના મૃત્યુ બાદ પણ યુદ્ધ નહિ અટકે?

ઈરાનની રાષ્ટ્રીય પ્રસારણ સેવાએ ભારતીય સમય મુજબ મોડી રાત્રે ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનાઈના મૃત્યુની ખબરની પુષ્ટિ કરી હતી. ઈરાનના રાષ્ટ્રીય ટેલિવિઝન પ્રસારણ પર કહેવાયું હતું કે યુએસ-ઇઝરાયેલ હુમલામાં મૃત્યુ પામેલા 86 વર્ષના ખામેનાઈ અંતિમ સમયે પોતાની ઓફિસમાં જ હાજર હતા. તેઓ અંતિમ સમય સુધી ઈરાનના લોકોની સાથે રહ્યા.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલના વડા નેતાન્યાહુ શરૂઆતથી ઈરાનમાં તખ્તાપલટ માટે કોશિશ કરી રહ્યા છે. નજીકના ભૂતકાળમાં બંને દેશોએ ઈરાન વિરુદ્ધ ‘ઓપરેશન રાઈઝીંગ લાયન’ હેઠળ હુમલાઓ કરેલા, એનો મૂળ હેતુ પણ ખામેનાઈની ધાર્મિક સત્તાને ઉથલાવીને ઈરાનના શાહને ફરીથી ગાદીએ બેસાડવાનો હતો. હવે જ્યારે યુએસ-ઇઝરાયેલ હુમલાઓમાં ખુદ ઈરાની મીડિયા દ્વારા ખામેનાઈના મૃત્યુની પુષ્ટિ થઇ ગઈ છે, ત્યારે મધ્યપૂર્વ નવ દેશોને અને અમેરિકાને સંડોવતું યુદ્ધ સમેટાઈ જવાની આશા જાગી છે. જો કે ઈરાને ઉગ્ર પ્રતિભાવ આપતા આવી કોઈ શક્યતાનો છેડ ઉડાડ્યો હતો.

ખામેનાઈના મૃત્યુ બાદ ઈરાન આકરું

ખામેનાઈના મૃત્યુ બાદ ઈરાને આકરું વલણ અપનાવતા કહ્યું હતું કે (ખામેનાઈના મૃત્યુનો બદલો લેવા માટે) ‘અમે સૌથી તીવ્ર અને આક્રમણ કરવા માટે તૈયાર છીએ!’ ઈરાનના આવા વલણ બાદ યુદ્ધના સમાપ્ત થવાની શક્યતાઓ પર હાલ પૂરતું પાણી ફરી વાળેલું દેખાય છે. ટ્રમ્પ અને નેતાન્યાહુ સતત ઈરાણી પ્રજાને સડકો પર ઉતરવા અને સરકારના તખ્તા પલટ માટે કહી રહ્યા છે. હવે જ્યારે ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતાનું મૃત્યુ થયું છે, ત્યારે ઈરાની પ્રજા કેવું વલણ અપનાવે છે, એ પણ મહત્વનું છે.

Most Popular

To Top