નવી દિલ્હી: અભિનેત્રી તાપસી પન્નુ (Taapsee Pannu) પોતાના બોલ્ડ નેચર (Bold nature) માટે જાણીતી છે. તે લોકોમાં પોતાના મંતવ્યો જણાવવામાં બિલકુલ અચકાતી નથી. તેમજ પોતાની શાનદાર એક્ટિંગ માટે જાણીતી તાપસી પન્નુ આ દિવસોમાં પોતાના લગ્નના (Marriage) સમાચારને લઈને ચર્ચામાં છે. પરંતુ તાપસી પન્નુએ હજુ લગ્નની તારીખ જાહેર કરી નથી.
સોશિયલ મીડિયા ઉપર હ્યુમર્સ વાઇરલ થઇ રહ્યા છે કે તાપસી પન્નુ ટૂંક સમયમાં તેણીના બોયફ્રેન્ડ મેથિયાસ બો સાથે લગ્ન કરવા જઈ રહી છે. આ દરમિયાન અભિનેત્રીનું એક નિવેદન ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. સામે આવેલા આ નિવેદનમાં તે એવા લોકો વિશે વાત કરી રહી છે જેઓ તેણીના સપનાના રાજકુમારને તે મળે એ પહેલા તેના જીવનમાં આવ્યા હતા. %ટલે કે તેણી પોતાના પાસ્ટની વાત કરી રહી છે.
તાપસી પોતાના માટે આવા વ્યક્તિને પસંદ કરવા માંગતી હતી
આ દિવસોમાં અભિનેત્રી બેડમિન્ટન ખેલાડી મેથિયાસ બોને ડેટ કરી રહી છે. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં અભિનેત્રીએ જણાવ્યું કે શા માટે તે વર્ષો સુધી એક જ વ્યક્તિ સાથે સંબંધમાં રહી હતી. તાપસીએ એવી ઘણી વાતો કહી જે લોકોને આશ્ચર્યચકિત કરી શકે છે. તાપસીએ કહ્યું, ‘રાજકુમાર સુધી પહોંચતા પહેલા મારે ઘણા દેડકાઓને કિસ કરવી પડી હતી. પરંતુ જ્યારે હું મોટી થઇ અને કામ કરવાનું શરૂ કર્યું, ત્યારે મેં એક વ્યક્તિની પસંદગી કરી.
તાપસીએ સંબંધો વિશે વાત કરી
સંબંધો વિશે વાત કરતાં તાપસી પન્નુએ કહ્યું કે, ‘પહેલાં જ્યારે હું એકલી હતી ત્યારે પણ મને ખબર હતી અને મને ખાતરી હતી કે હું માત્ર એક જ વ્યક્તિ સાથે સુરક્ષિત અનુભવીશ. તેમજ રીલેશનમાં આવીશ. મારા રીલેશનથીમને અને મારા પરિવારને પણ અસર થશે. તેમજ મારી પર્સનલ લાઇફ મારા કામ સહિત દરેક વસ્તુને અસર કરશે. મારી માનસિક સ્થિતિને યોગ્ય રાખવા માટે હું સ્ટેબલ રીલેશનને જ યોગ્ય માનું છું. હું જાણું છું કે મારે કોઈ બોય સાથે નહિ પણ મેન સાથે રહેવું છે.
તાપસીએ લગ્ન વિશે શું કહ્યું?
તાપસી પન્નુએ આ મહિને તેના લગ્નના સમાચાર પર પ્રતિક્રિયા આપી હતી. તેણીએ કહ્યું, ‘કોઈના અંગત જીવનમાં બળજબરીથી પ્રવેશવું યોગ્ય નથી. તમે જાણો છો કે જો મારે લગ્ન વિશે વાત કરવી હોય તો હું તેની જાહેરાત કરીશ. જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે હું તમને જણાવીશ.
આ રીતે અમે મળ્યા
તાપસી પન્નુનો બોયફ્રેન્ડ મેથિયાસ બો મૂળ ડેનમાર્કનો છે અને બેડમિન્ટન ખેલાડી છે. તેણે 1988માં આંતરરાષ્ટ્રીય મેચ રમવાની શરૂઆત કરી હતી. તેમજ 2012 ઓલિમ્પિકમાં મેન્સ ડબલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આવી જ એક મેચ દરમિયાન બંનેની મુલાકાત પણ થઈ હતી. વર્ષ 2013માં ઈન્ડિયન બેડમિન્ટન લીગ ચાલી રહી હતી. આ સમય દરમિયાન જ બંને પહેલીવાર મળ્યા હતા. મેથિયસ બો લખનૌની ટીમ અવધ વોરિયર્સ તરફથી રમી રહ્યો હતો. તેમજ તાપસી પન્નુ ચેમ્પિયન હૈદરાબાદ હોટશોટ્સની બ્રાન્ડ એમ્બેસેડર હતી. આમ, બંન્નેની મુલાકાત બાદ તેમની લવસ્ટોરી આગળ વધી હતી.