મેદસ્વિતા એ કોઈ રોગ ન કહી શકાય પણ શરીર પર જામતા ચરબીનાં થર છે. આજકાલ તમે જોશો તો સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓમાં મેદસ્વિતાનું પ્રમાણ ઘણું જોવા મળે છે. એમાં બે મુખ્ય કારણો આમાં ભાગ ભજવે છે. એક તો સ્કૂલેથી આવીને બહાર રમવા જવું નહીં, બીજું કે હવેનાં બાળકોને ઘરમાં બનાવેલ વાનગી ખાવાનું પસંદ નથી. ભાખરીશાક કે ખીચડી કઢી જોઈને તો નાકનું ટેરવું ચડી જાય છે. એમને ફાસ્ટફૂડ જંકફૂડ તરફ વધારે આકર્ષણ છે.
પીઝ્ઝા, બર્ગર, પાસ્તા, પાઉંભાજી, વડાપાઉં આ બધી વાનગી જો તમે રોજ આપો તો રોજ આનંદથી ખાશે. વળી આ બધુ ખાઈ એ તો ઠીક પણ મોટા ભાગનો સમય મોબાઈલ જોવામાં પસાર કરે છે એટલે બેઠાડા થઈ ગયા છે. શારીરિક શ્રમ તો જોવા મળતો જ નથી હવે તો લાઈટબિલ ગેસબિલ પણ ઓનલાઈન ભરાતા થઈ ગયા છે. આઉટડોર ગેઈમ તો રમતા જોવા મળતા જ નથી. આમાં મેદસ્વિતા નહીં વધે તો શું?
અડાજણ, સુરત- શીલા સુભાષ ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.