Vadodara

ઉત્તરાયણમાં આ વખતે આકાશી યુદ્ધ મોંઘુ

વડોદરા: જેમ જેમ મકરસંક્રાંતી નજીક આવતી જાય છે તેમ તેમ વડોદરા ના પતંગ બજાર મા રોનક જોવા મળી રહી છે. વડોદરા અને ખભાત, અમદાવાદ પતંગનું મોટુ બજાર હોવાનું કહેવાય છે.ઉતરાયણના પૂર્વ દિવસે રાત્રીના વડોદરાના ચોખડી બજારમાં પતંગની સૌથી મોટી હરાજી થાય છે. વડોદરામા 500 જેટલાં કુટુંબ પતંગ ના વ્યવસાય સાથે સકળાયેલા છે વડોદરામા ખાસ કરી ને ખભાત થી કાચું મટીરીયલ લાવી ને વડોદરા શહેર મા પતંગ તૈયાર થતી હોય છે.

હાલ વડોદરા ના બજારો મા વિવિધ પ્રકાર ના પતંગો બજાર મા આવ્યા છે. વડોદરા, ખંભાત, નડિયાદ, અમદાવાદ પતંગનું હબ છે. અહીં બનતા પતંગ ભારતના દરેક ખૂણે પહોંચે છે. ત્યારે ચાલુ વર્ષે પતંગ મોંઘી થઇ છે. પતંગ ઉદ્યોગમાં 1500થી વધુ પરિવાર જોડાયેલા છે. 4 હજાર મહિલાઓ આ વ્યવસાયમાં જોડાયેલી છે. કરોડો રૂપિયાની ટર્નઓવર થાય છે. વડોદરા મા 50 લાખ,સુરતમાં 70 લાખની પતંગ વેચાય છે.વડોદરા મા 500 પરિવારો પતંગ ના વ્યવસાય મા જોડાયેલા છે અને ખભાત મા
 1500થી વધુ પરિવાર પતંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. 8 હજાર જેટલા પતંગ કારીગરો પતંગ બનાવવાનું કામ કરે છે. જે પૈકી 4 હજારથી વધુ મહિલાઓ પોતાના ઘરે પતંગો બનાવીને રોજગારી મેળવે છે. વર્ષનાં માર્ચથી જાન્યુઆરી સુધીનાં દસ માસ સુધી પતંગોનું સતત ઉત્પાદન થતું રહે છે.માત્ર ઉત્તરાયણ પછીનાં બે માસ પતંગોનું ઉત્પાદન બંધ રહે છે.

ખંભાતની પતંગમાં વપરાતો જીલેટીન કાગળ આકર્ષક અને ચગાવવામાં સાનુકૂળ હોય છે. વાંસનું ફિનિસિંગ પણ ઉત્કૃષ્ટ હોવાથી ખંભાતી પતંગ આકાશી ઉડાનમાં ફેઈલ જતો નથી. અંગ્રેજો તથા મોગલ સામ્રાજ્યમાં પણ ખંભાતનાં પતંગની બોલબાલા હતી. પેઢી દર પેઢી પતંગ કારીગરીની પરંપરા ચાલી આવે છે. ચાલુ વર્ષે સૌથી વધુ ચીલ, ગેંસિયા, ખંભાતી ઠાલ,રોકેટ, કનકવાનું ઉત્પાદન થયું છે. ખંભાતની પ્રસિદ્ધ પતંગના વેચાણમાં તેજી આવવાને કારણે મહિલાઓ ઉપરાંત યુવાનો પણ પતંગ બનાવે છે  વડોદરા અને ખંભાતમાં પતંગની સાઈઝ પર ભાવ રાખવામાં આવતો હોય છે અને રોજ ભાવ પણ બદલાતા રહે છે. જેમાં હાલ 27 ઇંચની પતંગ, ચિલ પતંગનો ભાવ 460 રૂપિયા 100 નંગ છે અને 52 ઇંચની સાઈઝમાં 20 પતંગના ભાવ 520 રૂપિયા છે.

Most Popular

To Top