મનપા સંચાલિત હેલ્થ સેન્ટરોમાં તમામ ટેસ્ટમાં રાહત
સુરત મહાનગરપાલિકા ખાતે કાર્યરત તમામ અર્બન હેલ્થ સેન્ટર તેમજ મેટરનીટી હોમ, તમામ શહેરી આરોગ્ય કેન્દ્ર(ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત)લ ખાતે નિયત કરવામાં આવેલા ઓ.પી.ડી કેસ-રજીસ્ટ્રેશન ફી, એન્ટી રેબીઝ વેક્સીન ફી, ડિસ્પેન્સરી ફી, ઈન્જેક્શન ફી, ઈમરજન્સી કેસ, ડ્રેસીંગ ફી, લેબોરેટરી ફી લેવામાં આવે છે. પરંતુ હાલમાં કોરોના વાયરસની પરિસ્થિતને ધ્યાનમાં રાખી સમગ્ર શહેરીજનો માટે તા. 31 મે સુધી આ તમામ ટેસ્ટ વિનામુલ્યે કરવામાં આવશે,. જે માટે કોઈ પણ પ્રકારની ફી વસુલવામાં આવશે નહી તે માટેનો ઠરાવ આજે સ્થાયી સમિતિ દ્વારા કરાયો છે.
એપ્રિલ અને મે એમ બે માસ એડવાન્સ ટેક્સનો લાભ મળશે
સુરત: સુરત શહેરીજનો માટે સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે એપ્રિલ માસમાં 10 ટકા પ્રોપર્ટી ટેક્ષમાં એડવાન્સ ટેક્ષ ભરનારને રાહત આપવામાં આવે છે. તેમજ મે માસમાં 7 ટકા ટેક્ષ રીબેટ આપવામાં આવે છે. પરંતુ હાલમાં કોરોનાને પગલે શહેરીજનો એપ્રિલ માસમાં ટેક્ષ ભરી શકે તેમ ન હોય, એડવાન્સ ટેક્ષનો લાભ એપ્રિલ અને મે માસ એમ બે માસ સુધી આપવા માટેનો ઠરાવ સ્થાયી સમિતિએ કર્યો છે. શહેરીજનો એપ્રિલ માલમાં રીબેટનો લાભ લઈ શકે તેમ નથી, જેથી ચાલુ વર્ષે એટલે કે, 2020-21 દરમિયાન શહેરીજનોને એપ્રિલ-20 અને મે-20 એમ બંને માસ એડવાન્સ ટેક્સ ભરનારને પ્રોપર્ટી ટેક્ષમાં 10 ટકા રાહત આપવા માટેનો ઠરાવ કરાયો છે.