એક સમયે સુપરસ્ટાર સલમાન ખાન ( superstar salman khan) ની ગર્લફ્રેન્ડ ( girlfriend) રહી ચૂકેલી સોમી અલી ( somiali) એ એક ઇન્ટરવ્યૂમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. અભિનેત્રીએ કહ્યું છે કે બાળપણમાં જ તેના પર બળાત્કાર ( rape) ગુજારવામાં આવ્યો છે. અનેક પ્રસંગોમાં તેમનું શોષણ કરવામાં આવ્યું છે.
90 ના દાયકામાં બોલિવૂડની ફિલ્મોમાં કામ કરનારી પાકિસ્તાની અભિનેત્રી સોમીએ કબૂલ્યું હતું કે તેણે આ સત્ય ઘણા વર્ષોથી આખી દુનિયાથી છુપાવી રાખી હતી. માતાપિતાના કહેવા પર, તેઓએ આ વાત કોઈની સાથે શેર કરી ન હતી.પરંતુ સોમી બળાત્કાર પીડિતો માટે એક એનજીઓ ચલાવે છે, તેથી તે પણ લાંબા સમય સુધી પોતાનું સત્ય છુપાવી શકી નહીં. તેણે પોતાની પીડા આખી દુનિયા સામે વ્યક્ત કરી છે.
અભિનેત્રીએ કહ્યું છે કે- જ્યારે પહેલીવાર પાકિસ્તાન ( pakistan) માં મારું શોષણ થયું ત્યારે હું માત્ર પાંચ વર્ષની હતી . પછી સર્વન્ટ ક્વાર્ટરમાં મારી સાથે ત્રણ વખત આવી ઘટનાઓ બની. વાલીઓને જણાવવામાં આવ્યું હતું અને કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
મને કહવામાં આવ્યું હતું કે મારે આ વિશે કોઈને ન કહેવું જોઈએ. હું હમેશા વિચારતી કે મે શું ખોટું કર્યું છે. પણ આ બધું અટક્યું નહીં. મારી સાથે 9 અને 14 વર્ષની ઉંમરે આવી જ ઘટનાઓ બની હતી.સોમીના આ ખુલાસાઓથી બધાને આશ્ચર્ય થયું છે. ચાહકોને પણ દુખ છે કે અભિનેત્રીએ આ દુખ લાંબા સમય સુધી છુપાવ્યું હતું.
એવું કહેવામાં આવે છે કે સોમીએ સલમાન ખાનને આઠ વર્ષ સુધી ડેટ કરી હતી. તે સમયે, તે સંબંધ હંમેશાં સમાચારોમાં રહેતા હતા અને તેમનાસંબંધો અંગે ઘણી અટકળો થતી હતી.પરંતુ તે સંબંધ બહુ ટકી શક્યો નહીં અને સોમીની બોલિવૂડ કારકિર્દી બની ન હતી . અભિનેત્રીએ થોડીક ફિલ્મો બાદ જ બોલિવૂડને અલવિદા કહ્યું હતું. તેણીએ ફિલ્મ ઉદ્યોગને પોતાના માટે યોગ્ય ન માન્યો. હવે સોમી લાઇમલાઇટથી દૂર પોતાનું જીવન લોકોની મદદ કરવામાં વ્યતિત કરી છે.વિતેલા સમયની આ અભિનેત્રી જેતે વખતે સલમાન સાથેના સંબધો ને લઈને ભારે ચર્ચામાં રહી હતી. પોતાના પ્રેમ સંબંધો જગ જાહેર થયા બાદ અચાનક સોમી સલમાનના જીવનમાથી દૂર થઈ ગઈ હતી.હાલ પોતાની ઉપર થયેલા શોષણની વાતના કારણે અભિનેત્રી ફરી ચર્ચામાં બની રહી છે.