ટ્રમ્પ એક બુદ્ધિગમ્ય નહીં એવી ગંદી ચાલ ચાલે છે અને એની પોલીસી અને ટેરિફની અલ્ટ્રાવાયોલેટ કિરણ જગતનો સર્વનાશ કરી નાખશે. કદાચ બીજો હિટલર કરે તો એમાં મીનમેખ નથી. ખોટા દાવા કરવાની અને કૂટનીતિમાં માહિર એક બિઝનેસ ચલાવે તેને અમેરિકાને અને બીજા દેશ સાથેના વ્યવહાર હવે લોકોની સમજમાં આવવા માંડયા છે. એક ખરાબ માનસિક સોચ આટલા મોટા દેશને અંધકારમાં લઇ જશે.
અને બીજા દેશને પણ ડૂબાડશે. ત્યાં રહેતાં ભારતીયોને પણ સાવચેત કરું છું આવા માણસનો કોઇ ભરોસો નહીં અને આવનાર ભવિષ્યમાં અમેરિકા ભણતર માટે જવા માંગતાં ભારતીયોને સલાહ આપું છું કે, વિચારીને પગલું મૂકજો, નહીંતર આવનાર ભવિષ્ય દ્વિધામાં મૂકી દે એના કરતાં ફ્રાન્સ, જર્મની જેવા દેશમાં સારી યુનિવર્સિટી છે. ત્યાં જવાનો આગ્રહ રાખો. આપણા દેશ માટે ઇંગ્લેન્ડ-કેનેડા અને અમેરિકા આવનાર ભવિષ્ય માટે, આવનાર સમય માટે સલામત નથી. મોંઘવારીના ભરડામાં આ દેશો ડૂબી ગયા છે અને બીજા દેશને બરબાદ કરવા પછાડી પડયા છે. આવનાર સમય આ દેશો માટે સલામત નથી. આના કરતાં આપણો ભારત દેશ સર્વશ્રેષ્ઠ છે.
સુરત – તુષાર શાહ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.