આપણે ભારત જેનાથી પરિચિત છે તેવા પાકિસ્તાનના વિદેશ મંત્રીની આગતા-સ્વાગતા કરી. તેની માતા વડાપ્રધાન હતી અને તેની અંતિમવાદીઓએ હત્યા કરી હતી. તેના નાના પણ વડાપ્રધાન હતા અને તેની ન્યાય તંત્ર અને સેનાએ હત્યા કરી હતી. તેના મામાઓની પણ હત્યા કરવામાં આવી હતી અને તેમાંના એકની પોલીસના હાથે હત્યા થઇ હતી. પાકિસ્તાન રાજય કઇ અવસ્થામાં આવી ગયું છે તેનાં ભયસ્થાનો અને સમસ્યાઓની જાતમાહિતી હોય તેવી આ વ્યકિત છે. ગોવામાં તેમની સાથે શારીરિક ચેષ્ટાથી ઉદ્ધતાઇભર્યું વર્તન કરવામાં આવ્યું! તેમની સાથે હાથ મિલાવવાનો ઇન્કાર કરી ‘નમસ્તે’ કરવામાં આવ્યા, જાણે કોઇ અણગમતા મહેમાનની આપણે આગતા- સ્વાગતા કરતા હોઇએ અથવા જેમની સામે અંગત દુશ્મની હોય તેવા માથે પડેલા મહેમાન હોય.
તેમણે યુવા હોવા છતાં ઠાવકાઇ બતાવી. સોશ્યલ મિડીયા પર સંદેશો આપ્યો. જો કે મેં તેમની મુલાકાતો જોઇ નથી. તેમણે આપણા પત્રકારોના સવાલોનો સામનો કરવાની ચેષ્ટા કરી જે આપણા નેતાઓ નથી કરતા. આપણે આપણા પડોશીઓ સાથે સંબંધ કેવી રીતે સુધારી શકીએ? આપણી પાસે કોઇ એજન્સી છે કે તેમની પાસે જ છે? આપણે એવું કહીએ છીએ કે તેઓ જે કરે છે તે અટકાવે નહીં ત્યાં સુધી કોઇ રાબેતાના સંબંધ નહીં બંધાય. મતલબ કે રાબેતાની સ્થિતિની ઉપર તેમનું નિયંત્રણ છે!
કાશ્મીરમાં ત્રાસવાદથી થતાં મૃત્યુ બે દાયકા પહેલાં 4000થી વધુ હતાં અને પછી વાજપેયી અને મનમોહન સિંહ સરકારના શાસનમાં ઘટીને 200ની અંદર પહોંચી ગયાં અને હવે લગભગ એ જ પ્રમાણમાં રહ્યાં છે. આપણી સરકાર માને છે કે કાશ્મીરમાં જે કંઇ હિંસા થાય છે તે પરદેશમાંથી કરાવાય છે! એ સ્પષ્ટ કહેતી નથી પણ નિર્દેશ એવો છે કે આ હિંસામાં કોઇ સ્થાનિક ધાક નથી. હિંસા શૂન્ય પર આવે તો જ આપણે સંબંધો રાબેતા કરવા માટે કંઇક કરીશું.
આપણી પાસે વિકલ્પો કેટલા છે? ભૂતપૂર્વ રાજદ્વારી સતીન્દર લાંબાએ તાજેતરમાં એક પુસ્તક બહાર પાડયું છે. ‘ઇન પર્સ્યૂટ ઓફ પીસ’. તેમાં તેમણે છ વડા પ્રધાનોના શાસનમાં ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધોની સમીક્ષા કરી છે અને તેમણે પાકિસ્તાનના તે સમયના પ્રમુખ મુશર્રફની દ્વિપક્ષી સંબંધો સામાન્ય કરવાની ચાર મુદ્દાની ફોર્મ્યુલાની ચર્ચા કરી છે. આ ચાર મુદ્દાઓ હતા: તબક્કાવાર સૈન્ય પાછું ખેંચી લેવું, કાશ્મીરની સરહદમાં કોઇ ફેર નહીં,સ્વતંત્રતા વગરની અંકુશ રેખાની પાર કાશ્મીરીઓની મુકત રીતે અવરજવર અને ભારત, પાકિસ્તાન અને કાશ્મીરને સાંકળી જમ્મુ-કાશ્મીરમાં સંયુકત નિરીક્ષણ.
આ પછી મનમોહનની સરકારની હકૂમતમાં ભારતે બીજી માર્ગ રેખા આપી હતી. તેમાં મુશર્રફના ચાર મુદ્દાઓ તો હતા, ઉપરાંત બીજા ત્રણ મુદ્દા હતા. અર્થપૂર્ણ અંકુશ રેખાને પ્રોત્સાહન આપવું, સ્થાનિક રીતે ઉત્પાદિત જકાતમુકત માલની ચકાસણીના અવરોધો દૂર કરવા અને તેમાં વધારો કરવા અને વેપાર માર્ગો વધુ પ્રમાણમાં ખોલવા માટેનાં પગલાં લેવાં.
આ મુદ્દા પણ કારગત નહીં નીવડયા, પણ લાગે છે કે આ રીતે સંબંધોને સામાન્યીકરણ પગલાં ભરવાથી આપણા નાગરિકો અને સૈન્ય સામેની હિંસા માટેની આપણી ચિંતાની પણ ચિંતા થશે અને આપણા અર્થતંત્રને પણ લાભ થશે.
ભારત એવો માલ બનાવે છે જે પાકિસ્તાન (અને બાંગ્લાદેશ નથી બનાવતો પણ આપણે તે વેચી શકતા નથી કારણ કે વેપાર અવરોધો પુષ્કળ છે. સંબંધો રાબેતા કરવામાં આપણે ખંચકાઇએ છીએ. ભારતમાં ઉત્પાદિત અડધોઅડધ માલ ઓટોમોબાઇલ ક્ષેત્રમાં છે અને આપણી પાસે જે કાર, મોટરસાયકલ અને ટ્રેકટરો છે તે તે લોકો વેચે છે તેનાથી સસ્તા છે. સંબંધો સામાન્ય કરવાનું આપણા પોતાના હિતમાં છે અથવા કાશ્મીરને વેપાર જેવા મુદ્દાઓથી અલગ પાડી દો જેથી આપણા અર્થતંત્રને ફાયદો થાય.
ગોવામાં આપણી પરિસ્થિતિ ફરી વાર રજૂ કરી અને કરીશું? બાબા કહે છે કે સરકાર તે જમાનામાં જે વિચારતી હતી તેવી આપણી અત્યારે વિચારસરણી નથી. સમસ્યાને બીજી કોઇ રીતે જોવાનો રસ્તો છે કે નહીં તે અને સમસ્યા પાકિસ્તાન સાથે નહીં પણ કાશ્મીરમાં ઉકેલાઇ શકે છે કે નહીં તે પણ જોવાનું રહ્યું. જો આપણે સમસ્યાનો આંતરિક રીતે જ ઉકેલ કાઢીશું તો બહારના ઉત્પાતને ઝાઝું સ્થાન નહીં મળે. આપણે આવું સમજતા હોઈએ તેમ લાગતું નથી. આપણે એવું માનીએ છીએ કે પાકિસ્તાન ભારત સામે કામ કરવાનું બંધ કરે અથવા પાકિસ્તાન પૃથ્વીના પટ પરથી રાતોરાત અદૃશ્ય થઇ જાય તો કાશ્મીરમાં લશ્કરી અને અર્ધલશ્કરી દળની જમાવટ કરવાની જરૂર નહીં પડે.
જયાં સુધી આ રીતે વિચાર ચાલુ રહેશે ત્યાં સુધી આપણા પડોશી સાથેના સંબંધમાં કોઇ ફેરફાર નહીં થાય! આપણે કહ્યું કે ઉકેલની ચાવી તેમની પાસે છે અને તેઓ તેનો ઉપયોગ કરતા નથી અને આ ચાવી વાપરવાનો તેઓ ઇન્કાર કરે ત્યાં સુધી આપણે તેમની સાથે મંત્રણા નહીં કરીએ. આપણે સત્ત્વ છોડી અતડા થઇએ છીએ. આ છે આપણી વિદેશનીતિ.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.