Charchapatra

આને કહેવાય પવારની પલ્ટી

તા. 9 મી ડિસેમ્બર 2020 ના રોજ વિરોધ પક્ષોના નેતાઓ સાથે શરદ પવારજી પ્રતિનિધિમંડળના સદસ્ય બની ગયા હતા. રાષ્ટ્રપતિજીને મળવા કૃષિ કાનૂનોને રદ કરવાની માંગણી હતી. આજ શરદ પવારે તા. 1 જુલાઇ 2021 ના દિવસે કહ્યું હતું કે કૃષિ કાનૂનો રદ ન થઇ શકે પરંતુ તે સરકાર સંશોધનો કરી શકે તેમ છે. જો કે આ વાત કેન્દ્રની સરકારને વખતોવખત કરી છે. કપટી રાજકારણના રાજા એવા શરદ પવારનું ચરિત્ર દેશવાસીઓ વર્ષોથી જાણે છે. આ પલ્ટીનાં કારણો ગોતવા જાવું નહીં પડે. કારણો ટૂંકમાં જાણમાં આવશે.

અમદાવાદ         – અરુણ વ્યાસ                           – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top