Charchapatra

આ પણ સ્રીઓ માટે એક પ્રકારનું શોષણ જ કહેવાય

આમ જુઓ તો હવે દિવસે દિવસે કુટુંબજીવન તૂટતાં જાય છે.આની પાછળ સોશ્યલ મિડિયા સિવાય પણ ઘણાં પરિબળો છે.જેમ કે અતિશય મોંઘવારીને કારણે પતિ પત્ની બંનેએ જોબ કરવો લગભગ ફરજિયાત છે.પણ જે સુખી સંપન્ન  કુટુંબો છે એવામાં પણ સાસુઓ કહે છે ‘ અમારી વહુ તો જોબ કરે છે’.એ તો ઠીક,પણ સાસુ-વહુ બંને નોકરી કરતાં હોય એવાં કુટુંબોની સંખ્યા પણ ઓછી નથી. બાળકોનું શું સ્થાન? આવાં કુટુંબોમાં હોય છે એ વાત બીજી વખત કરીશ.પણ અહીં ઘણી સામાજિક સંસ્થાઓમાં સભ્ય હોવાથી અનેક બાબતો સ્ત્રીઓની સમસ્યા જાણવા મળે છે.

એક યુવતીએ ત્રણેક સારા મૂરતિયા જતા કરેલ એનું કારણ( આમ તો બીજાં અનેક છે) પણ યુવતીની વાત મને થોડી નવાઈ પણ આપી ગઈ અને ગમી પણ ખરી. એ ડબલ ગ્રેજયુએટ હતી. સામાન્ય વાતચીત બાદ આ પ્રશ્ન આવે જ,’ તમે જોબ કરો છો?’..’ના’….મેરેજ પછી કરશો? …’જો જરૂર પડે તો કરીશ બાકી નહિ’…પછી જે વાત થતી એમાં એ કહેતી ‘મને જોબમાં નહિ, પણ ગૃહિણી બનીને બાળકો ઉછેરવામાં રસ છે.’અંતે આ મુદ્દા પર યુવકો મોઢું ફેરવી જતા.  પછી યુવતીએ કહ્યું કે બહેન ,આવા યુવકો જાણી જોઈને ભરજુવાનીમાં કોઈ પૂછે એટલે કરવા ખાતર નોકરી કરે છે અને આગળ વધતા જ નથી.એ તો ઠીક, મહિનાના અંતે પગાર પણ પત્ની પાસેથી લઈ લે છે.શું આ પણ સ્ત્રીઓનું એક પ્રકારનું શોષણ નથી?
સુરત     – પલ્લવી ધોળકિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

જાતિય ભૂખ એ મૂળભૂત અધિકાર છે
કોઇની પણ દખલગીરી સમાજની હોય કે  સહકારની કરીશું નહિ. અવૈધ સંબંધ  જેવો માહોલ ત્યાં નથી. આપણો માખલિયો સમાજ એ અવૈદ્ય સંબંધોને સંકુચિત નજરથી જુએ છે. મૂળમાં જાતિય ભૂખ અને કંટ્રોલ્ડ  છે. તેને પરાણે પ્રતિબંધિત હટવાથી ભ્રમર વૃત્તિ ધરાવતું પ્રાણી (મનુષ્ય) છાનાંછપનાં પણ આ વૃત્તિને બહેકાવે છે. આચાર્ય રજનીશ અહીં પ્રસ્તુત છે. સંભોગમાં સમાધિ જેવો સ્વર્ગીય આનંદ અવૈધ સંબંધોમાં ચરમસીમાએ મળે છે. લગ્નેતર સંબંધોને અહીં ફૂંક મારીને જાણી બુઝીને ચગાવવામાં આવે છે.
અડાજણ          – અનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top