Business

ટ્વીટ માટે કેમ ચૂકવવા જોઈએ મસ્કને રૂપિયા? ભારતીય યુવકે સમજાવ્યું

નવી દિલ્હી: માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરના (Twitter) નવા બોસ એલોન મસ્ક (Elon Musk) બ્લુ ટિક (Blue tick) માટે ચાર્જ (Charge) વસુલવાની વાત કહેતા જ લોકો તેમની ટીકાઓ કરવા લાગ્યા છે. પરંતુ આ મામલે હવે તેમના ભારતીય સલાહકાર (Indian Adviser) શ્રીરામ કૃષ્ણની (Sriram Krishna ) પ્રતિક્રિયા સામે આવી છે. અને આ મામલે તેમણે એલોન મસ્કનો બચાવ કર્યો છે. શ્રીરામ કૃષ્ણએ ચાર ટ્વિટ કરી 8 ડોલર કેમ આપવા જોઈએ તે અંગે જણાવ્યું હતું.

એલોન મસ્કે 1લી નવેમ્બરે જાહેરાત કરી હતી
1 નવેમ્બરના રોજ એક પછી એક ટ્વીટ કરી એલોન મસ્કએ જાહેરાત કરી હતી કે હવે યુઝર્સને બ્લુ ટિક માટે દર મહિને $8 ચૂકવવા પડશે. આ નિર્ણય બાદ મસ્ક ઘણો ટ્રોલ્સ થઈ રહ્યો છે. બ્લૂ ટીક બદલ ડોલર ચૂકવવા માટે તેણે કહ્યું કે ટ્વિટર પર બોટ્સ અને ટ્રોલ્સને હરાવવાનો આ એકમાત્ર રસ્તો છે. ચેન્નાઈ સ્થિત ભારતીય ટેક્નોલોજિસ્ટ શ્રીરામ કૃષ્ણન જેમણે ભૂતકાળમાં એલોન મસ્કને ટ્વિટર ચલાવવામાં મદદ કરી હોવાનું સોશિયલ મીડિયા પર સ્વીકાર્યું હતું, તેણે ચાર ટ્વિટ કરી 8 ડોલર કેમ ચૂક્વવા જોઈએ તે સમજાવ્યું હતું. તેમણે આ નિર્ણયના બચાવમાં ચાર દલીલો આપી છે.

શ્રીરામ કૃષ્ણએ પ્રથમ ટ્વિટ કરી સમજાવ્યું
ભારતીય ટેક્નોલોજિસ્ટ શ્રીરામ કૃષ્ણને કહ્યું છે કે એકાઉન્ટ વેરિફિકેશનના સંદર્ભમાં ટ્વિટરની વર્તમાન સિસ્ટમમાં કેટલીક ખામીઓ છે, જેને સુધારવાની જરૂર છે. આવી સ્થિતિમાં, દરેક ચકાસણી માટે $8 ચાર્જ કરવાના નિર્ણયની ટીકા કરવ યોગ્ય નથી. આ વેરિફિકેશન સિસ્ટમને મજબૂત બનાવશે. આના પર ચાર્જ વસૂલવાનો સૌથી મોટો ફાયદો એ થશે કે વેરિફિકેશન દરમિયાન ચાર્જ ચૂકવીને ફેક એકાઉન્ટ બનાવનારા યુઝર્સ જો પકડાઈ જશે તો તેઓ તેમના પૈસા ગુમાવશે. તેમણે લખ્યું, ‘CC/મોબાઇલ ચેકઆઉટના ઉપયોગથી અચાનક ફ્રિકેશન વધી જાય છે અને અન્ય કોઈના નામે ID ચલાવનારા લોકો જો પકડાય તો તેમના પૈસા ગુમાવશે.

બીજી ટ્વિટમાં શું કહ્યું તે જાણો
શ્રીરામ કૃષ્ણને એક પછી એક ટ્વીટ કરીને કહ્યું કે એવા ઘણા લોકો છે જેમને વેરિફિકેશન કરવું પડે છે અને કેટલાક લોકો એવા છે જેમને વેરિફિકેશન ન કરવું જોઈએ. તેમણે કહ્યું કે કોઈપણ સોશિયલ નેટવર્ક હાલની રીત અપારદર્શક છે. $8 ની આ રકમ ટ્વિટર પરની આ અસ્પષ્ટતાને ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે અને કોઈપણ વપરાશકર્તાને સીધો માર્ગ આપશે, તેથી તેઓ પોતાનું વેરિફાઈડ એકાઉન્ટ યુઝ કરી શકશે.

હેકર્સના અટેકથી બચવવામાં મદદ કરશે 8 ડોલર
કૃષ્ણને કહ્યું કે માઇક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરના વર્તમાન મોડલમાં પણ સ્પામની ગંભીર સમસ્યા છે. તમે પ્લેટફોર્મ પર ઘણાં હેક કરેલા બ્લુ ચેક એકાઉન્ટ્સ પણ મળી આવશે. પરંતુ બ્લુ ટિક માટે તમામ વપરાશકર્તાઓ પર લાદવામાં આવેલો આ $8 ચાર્જ હેકર્સ અને તેમના હેકિંગ એટેકને નિષ્ફળ કરવામાં ખૂબ મદદરૂપ સાબિત થશે.

વેરિફિકેશન સિસ્ટમમાં લાંબા સમય બાદ પ્રથમ ફેરફાર
એલોન મસ્કના ભારતીય સલાહકારે વધુમાં જણાવ્યું હતું કે જેમકે કોઈપણ નવા લોન્ચની ખાતરી થતી હોય તેમજ ટ્વિટરના નવા રૂપનમાં બદલવા માટે આ પ્લેટફોર્મમાં સુધારા અને ફેરફાર કરવા અવકાશ છે. તેણે કહ્યું કે સોશિયલ મીડિયામાં વેરિફિકેશન સિસ્ટમમાં લાંબા સમય બાદ પ્રથમ ફેરફાર માટે તે ખૂબ જ ઉત્સાહિત છે.

અગાઉ એકાઉન્ટ વેરિફિકેશન ફ્રી હતું
એવું માનવામાં આવે છે કે બ્લુ ટિક વેરિફિકેશન સંબંધિત નીતિમાં ફેરફાર પાછળ શ્રીરામ કૃષ્ણનનું મગજ છે. પહેલા ટ્વિટર પર એકાઉન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા ફ્રી હતી, પરંતુ હવે યુઝર્સને વેરિફિકેશન માટે દર મહિને $8 એટલે કે 657 રૂપિયા ચૂકવવા પડશે. જે લોકોના એકાઉન્ટ પહેલેથી વેરિફાઈડ છે તેમને વેરિફિકેશન સબસ્ક્રિપ્શન લેવા માટે 90 દિવસનો સમય આપવામાં આવશે. ત્યારપછી તેમના એકાઉન્ટમાંથી બ્લુ ટિક ઓટોમેટીક રીતે દૂર થઈ જશે.

Most Popular

To Top