ખેડૂત ખેતી સાથે પશુપાલન કરતો હોય છે. ખેતીમાં મોટું ઉપાર્જન ન મળતું હોય તેવા સમયે ખેતી ખર્ચ અને માનવજીવન ટકી રહે તે માટે ભારતીય ખેડૂત પશુપાલન કરે છે માટે જ ભારત ખેતીપ્રધાન તરીકે ઓળખાય છે. ખેડૂત પોતાના પરિવારનું પોષણ થાય એટલું આપો આવું બોલતો હોય ત્યારે નાગરિકોની સહમતિથી કોઈ પણ પેનલમાં વહીવટી શાખા સંભાળતાં નાગરિકો જે આપણા સેવકો જ ખેડૂતનું અને ડેરી સભ્યોનું પશુપાલકોનું શોષણ પુષ્કળ પ્રમાણમાં કરે છે.
આજની વધતી મોંઘવારી આધારિત ખેડૂતો સાબર ડેરી સામે યોગ્ય ભાવ મળે તો અમારું જીવન ગુજરાન બોજારૂપ ન બને તેવી માંગ સાથે ઊભા હતા તે સામે ટીયર ગેસ છોડતાં પશુપાલકનું મૃત્યુ થયું. આ મૃત્યુ એક પશુપાલકનું નથી. આ મૃત્યુ મોંઘવારી સામે આરોગ્ય સામે સિસ્ટમ સામે જે નબળાઈ હતી તેનો જે અવાજ બન્યો તેનું મૃત્યુ કહી શકાય. સંવેદના ન હોય ત્યાં ભીખ માંગવી પણ નકામી તેવી જ રીતે પોતાના હકનું હોય તે માંગવા માટે અવાજ કરવામાં આવશે તો મૃત્યુ મળશે. ગુજરાતનાં ખેડૂત આજે પણ એકતામાં નથી જેના કારણે હકના દરવાજે ખેડૂતને મૃત્યુ મળે છે. એક ચર્ચાપત્રી તરીકે મૃત્યુ પામેલા ખેડૂતના આત્માને શાંતિ મળે.
તાપી – હરીશ ચૌધરી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
શું નાણાંમંત્રીની સત્તામાં કાપ મુકાશે?
તાજેતરમાં જી.એસ.ટી. ના દરમાં સરકાર દ્વારા ફેરફાર કરવાની વિચારણાના સમાચાર પ્રગટ થયા છે. આ કે અન્ય અગત્યના ફેરફાર માટે જરૂર પડ્યે પ્રધાનમંત્રી સાથે ચર્ચાવિચારણા બાદ જે તે બાબતો અંગે દેશના નાણાંમંત્રી દ્વારા જ નિર્ણયો લેવાતા હોય છે જેમાં અન્ય કોઇ પ્રધાનની દખલગીરી થતી નથી. પરંતુ હાલ આ દરોના માળખામાં ફેરફાર કરવાની વિચારણામાં દેશના ગૃહપ્રધાન પણ ભાગ લેશે. જી.એસ.ટી. દરોના આ સંભવિત ફેરફારથી લોકોને શું લાભ કે ગેરલાભ થાય છે એ તો સમય જ કહેશે પરંતુ સરકાર પ્રવર્તમાન દરોમાં જે ફેરફાર કરવા માંગે છે એથી રાજ્યોની આવકમાં ઘટાડો થવાની શક્યતાને કારણે ઘણાં રાજ્યો આ દરોના ફેરફાર અંગે અસંમત થઇ શકવાની શક્યતાને જોતાં નાણાં મંત્રાલયના આ કાર્યમાં ગૃહપ્રધાન રાજ્યોનાં મુખ્ય પ્રધાનો સાથે સીધી ચર્ચા કરશે.
આ સમાચાર પ્રગટ થતાં વિચાર આવ્યો કે શું નિર્મલા સીતારમણ જે નાણામંત્રી છે એમની કાર્યક્ષમતા અંગે શંકા હોવાના કારણે ગૃહપ્રધાનને રાજ્યો સાથે વાટાઘાટ કરી સર્વસંમતિ મેળવવાના આશયથી એમને આ જવાબદારી સોંપાઈ હોય? કે પછી નાણાંમંત્રીની બિનકાર્યક્ષમતા ઉજાગર કરી એમને હટાવવાના ભાગરૂપે આ નિર્ણય લેવાયો હોય. હાલનાં નાણાંમંત્રીએ આ બાબત અંગે કોઇ પ્રતિભાવ આપ્યો હોય એવું પણ જણાતું નથી.
પાલ, સુરત – હિતેન્દ્ર ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે