Charchapatra

આ પાર, તે પાર, યાતના અપાર

જનસાધારણે પ્રામાણિક દેશપ્રેમી તરેકી જીવવા અન્યાય સહન કરતા રહી, રાજકારણથી દૂર રહી, માત્ર મૂક પ્રેક્ષક બની જવું પડે છે, તેને માટે તો આ પાર કે તે પાર, અપાર યાતનાજ વેઠવાની રહે છે. ભારતે લોકશાહી સમાજવાદ અપનાવ્યો છે અને વિકાસશીલ દેશ બન્યો છે, જયારે પાડોશી ચીન સામ્યવાદી હોવા છતાં વિજ્ઞાન, વ્યાપાર, અર્થતંત્રમાં અગ્રેસર છે. ભારતના સુજ્ઞજનો જુએ છે કે સામ્યવાદમાં સરકારની જ ઇજારાશાહી હોય છે. તેની સામે પ્રજાસત્તાક ભારતમાન મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓની ઇજારાશાહી સ્થપાઇ રહી છે, એરપોર્ટ, રેલવે, સરકારી સંસ્થાઓ, સંપત્તિઓ ધનવાનો ખરીદી રહયા છે.

અમલદારશાહી અને ભ્રષ્ટાચારની બોલબાલા છે, ખાનગીકરણ જોરમાં છે. વિશ્વમાં અમેરિકાનો મૂડીવાદ પ્રભાવ પાડે છે, પણ એવા સર્જનશીલ મૂડીવાદને ચાલાક સ્વાર્થી મૂડીપતિઓ ભરખી જઇ શકે છે. આવા મૂડીવાદીઓનુંપેટ કદીયે ભરાઇ, ઉભરાઇ જતું નથી,એમની ભૂખ વખતી જ જાય છે. તેઓ શાસકોને ખરીદી શકે છે, આખેઆખી શાસન વ્યવસ્થાને ખરીદી શકે છે, કહો કે દેશને પણ ખરીદી શકે છે. આઝાદી પછીના વર્ષોમાં જે બે ત્રણ ઉદ્યોગપતિઓ ઉભા થયા, તેઓ મહેનત કરીને સફળ થયા હતા અને તે પછીનાઓ સરકારના ખભા પર બેસીને સાંઠગાંઠ કરીને સફળ થયા છે.

રિઝર્વ બેન્કના માજી ગવર્નર રઘુરામ રાજનના પુસ્તકો આ સત્ય પ્રસ્તુત કરે છે અને તેમને રિઝર્વ બેન્ક છોડી વિદેશ જતા રહેવું પડયું છે. બળવાન મૂડીપતિઓના ઇશારે બધું ચાલી રહયું છે, વૈશ્વિક નાણા સંસ્થાઓ તેમના કબજામાં છે, થીંક ટેન્ક તેમણે રચેલી છે, જે પ્રોપેગેન્ડા અને લોબિંગ કરે છે, પ્રચાર માધ્યમો તેમના કબજામાં છે. માર્કેટ કબજે કરી ઇજારાશાહી, ચલાવવા જનસાધારણનું શોષણ કરવાની શંકા ભારતીય ખેડૂતોને થતા મહિનાઓથી આંદોલન ચાલી રહયું છે. હવે ટ્રસ્ટીશીપની ભાવનાને બદલે ગંદો મૂડીવાદ અને ગંદુ રાજકારણ ચાલવાથી જન સાધારણ અપાર યાતનામાં ધકેલાઇ રહયો છે. મોંઘવારી માઝા મૂકતી જાય છે. સર્વોદયના આદર્શ સ્વપ્ન સમાન બની ગયા.
સુરત- યૂસુફ એમ. ગુજરાતી

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top