આપણા દેશમાં કાયદો ક્યારે કોને લાગુ પડે તેનો આધાર વ્યક્તિ કઈ છે, તેનું સ્ટેટસ શું છે, તે રાજકારણમાં કયો રોલ ભજવે છે, વગેરે પરિબળો પર આધારિત છે. રાજકારણીઓ જ્યારે ચુંટણીમાં ઉમેદવારી કરે છે ત્યારે તેઓએ ભરવાના જરૂરી ફોર્મમાં પોતે ક્યાં સુધી અભ્યાસ કર્યો છે તેની વિગત અન્ય વિગતો સાથે સોગંદ પુર્વક લખવાની હોય છે, અને તમામ ઉમેદેવારોના એ ફોર્મની વિગતો વેબસાઈટ પર જાહેર થતી હોય છે. કોઈ પણ ઉમેદવાર એક હકીકતથી વાકેફ હોય છે કે જો તે કોઈ ખોટી વિગત ભરે તો તે ફોજદારી ગુન્હો બને છે.
વળી ભારતના કોઈ પણ નાગરીકને એ ફોર્મમાં ભરાયેલી કોઈ પણ ઉમેદવારની તે વિગતની ખરાઈ કરવાનો અધિકાર છે અને તે કોઈ પણ મંત્રી, કોઈ પણ લોકસભાનાં કે વિધાન સભાના કોઈપણ સભ્યએ તે નાગરીકને તેની ખરાઈ કરવાથી રોકી શકતો નથી. પરંતુ આપણા દેશનું ન્યાયતંત્ર કમનસીબે બંધારણની આ જોગવાઈને મહોર મારતા ક્યારેક ડરે છે ને વ્યક્તિને ધ્યાનમાં રાખી ન્યાય કરવામાં આવે છે, કાયદાને નહીં. જો ન્યાયતંત્રની આવી જ રુખ ચાલુ રહેવાની હોય તો ઉમેદવારે શું અભ્યાસ કર્યો છે તે કોલમ જ કાઢી નાખવી જોઈએ.
નાનપુરા, સુરત – રાજેન્દ્ર કર્ણિક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
આજનો સમય કલ્પના બહારનો
સામાજીક વ્યવસ્થા એવી હોય કે જરુરતમંદોને કામ મળે, બાળકોને ભાર વિનાનું ભણવાનું મળે, આરોગ્યની વ્યવસ્થા સુલભ હોય. બીજુ ઘણું તે ક્રમ: કરવાનું. આજે મજુરો જેઓ પણ જીડીપીનો હિસ્સો છે તેઓને શક્તિવર્ધક ખોરાક નથી મળતો. અને ધનવાનોને ત્યાં બધુ જ પરેજીને કારણે ખાઈ ન શકે. તે માટે વ્યાજબી વાત કહી શકાય. તમે ગરીબ વંચિત અને સંજોગનો શિકાર એવા બાળકોને મફત અને બપોરના પૌષ્ટીક આહાર સાથે શિક્ષિત ન કરી શકો. શિક્ષણ ખાનગી હાથોમાં તેમા સરકાર અને હાટડી ચલાવનારા શંકાના દાયરામાં છે જ. ગામોના પંચાયતી વહીવટ, નગરપાલિકા, મહાન.પા, જીલ્લા, તાલુકા, પંચાયતો ઉપર સરકાર દેખરેખ કે ઓડિટ થતું હશે. શું-શું જોવા, સાંભળવા મળે. આપણા કલ્યાણ રાજના ઉદેશ સામે કેવું અને કેટલું પરિણામ? ભ્રષ્ટાચારનું પુરાણ લખી શકો. કોઈ પી.એચ.ડી કરે તો થઈ શકે? હવે પરમ શક્તિને પ્રાથૅના સાથે નાગરિકો બંધારણે કહી તે વાતે થઈ શકે એમ પ્રયાસ કરે.
નવસારી- મનુભાઈ ડી.પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.