તાજનગરી ( TAJNAGRI ) આગ્રા ( AAGRA) ની આજકાલ સોશ્યલ મીડિયા પર એક તસવીર વાયરલ ( VIRAL) થઈ રહી છે. તસ્વીરમાં, એક બાળક રસ્તા પર મચ્છરની જાળી વેચતો જોવા મળી રહ્યો છે અને તે અભ્યાસ પણ કરી રહ્યો છે.
જો સાચી ભાવના , વાંચનનો જુસ્સો હોય, તો કોઈ પણ પરિસ્થિતિ તમને સફળતાના શિખર ચઢતા કોઈ રોકી શકતું નથી. આગ્રાની એક તસવીર ચર્ચામાં છે, જેમાં એક બાળક મચ્છરની જાળી વેચતા રસ્તાની બાજુમાં અભ્યાસ કરતો જોવા મળે છે.
શહેરના મધુ નગરના વળાંક પાસે ફૂટપાથ ( FOOTPATH) ઉપર મચ્છરદાની વેચવા આવેલો બાળક થોડી થોડી વારે સમય કાઢીને પુસ્તક અને કોપી ( COPY) લઈને વાંચવા અને લખવા બેસે છે. જ્યારે ગ્રાહકો આવે છે ત્યારે દુકાનનું કામ કરે છે અને જ્યારે ગ્રાહકો વિદાય લે છે, ત્યારે બાળક અભ્યાસમાં જોડાય છે. અભ્યાસ પ્રત્યે આ બાળકની લગન જોઇને ત્યાંથી પસાર થતા લોકોએ પોતાના મોબાઈલ ( MOBIL) માં તેના ફોટા પાડી લીધા છે.
બાળક તેના પિતરાઇ ભાઇ સાથે મચ્છરદાની વેચવાની સાથે સાથે તેના અભ્યાસ પર પણ પૂરું ધ્યાન આપી રહ્યો હતો. આ બાળક સેવલામાં રહે છે અને તેનું નામ કૃષ્ણ છે. ભણવાનો આટલો સાચો જુસ્સો ધરાવતું આ બાળક હવે આગ્રાના તાજ શહેરમાં ચર્ચાનો વિષય બન્યું છે.
બાળક કૃષ્ણ એ તે બધા લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે, જે સંઘર્ષમાં જીવીને હાર નથી માનીલેતા . કૃષ્ણે સ્પષ્ટ કરી દીધું હતું કે પરિસ્થિતિ ગમે તેટલી પ્રતિકૂળ હોય. જો આપણે કંઈક કરવા માટે નિર્ધાર કરીએ છીએ, તો પછી કંઇપણ અશક્ય નથી. કૃષ્ણે કહ્યું કે જ્યારે પણ તે ગમે ત્યાં જાય છે ત્યારે સ્ટડી બેગ તેની સાથે રહે છે. તેણે કંઈક બનવું પડશે અને ફૂટપાથના જીવનમાંથી બહાર નીકળવું પડશે અને એક નવું સ્થાન પ્રાપ્ત કરવું પડશે. ત્યારે તેની લગ્ન જોઈને લાગે છે કે ચોક્કસ તે એક દિવસ કોઈ મોટી પોસ્ટ પર હશે અને તેના જેવા બાળકો માટે કઈ કરી બતાવશે.
કૃષ્ણના પિતરાઈ ભાઈએ જણાવ્યું હતું કે કૃષ્ણ જ્યાં પણ જાય છે ત્યાં તેમનું પુસ્તક સાથે રાખે છે. કૃષ્ણની અભ્યાસ પ્રત્યેની રુચિ જોઈને ફૂટપાથ પર ધંધો કરતા લોકોનાં બાળકોને પણ પ્રેરણા મળી રહી છે.