SURAT

સુરતના આ વિસ્તારોને હાઈ રિસ્ક અને રેડ ઝોન જાહેર કરાયા, શહેરીજનોને કરાઈ આ અપીલ

સુરત: (Surat) કોરોનાની (Corona) બીજી લહેર વખતે જે તે વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધુ હોય તો ત્યાં જતા-આવતા લોકો સાવચેત રહે એ માટે મનપા (SMC) દ્વારા હાઇ રિસ્ક ઝોન (High risk zone) અને રેડ ઝોન (Red zone) જાહેર કરી મોટાં મોટાં બેનરો લગાવી લોકોને સાવચેત કરવાની સ્ટ્રેટેજી (Strategy) અપનાવી હતી. તેવી રીતે હવે શહેરમાં ફરી એકવાર કોરોનાનું સંક્રમણ વધતાં મનપા દ્વારા આ સ્ટ્રેટેજી અપનાવવામાં આવી છે. તેમજ શહેરમાં જયા સંક્રમણ વધુ છે. એટલે કે જ્યાં વધુ કેસ મળી રહ્યા છે તે વિસ્તાર પૈકી અમુકને રેડ ઝોન તેમજ અમુકને હાઇ રિસ્ક ઝોન જાહેર કરી ત્યાં શક્ય હોય ત્યાં સુધી અવરજવર ટાળવા માટે શહેરીજનોને અપીલ કરાઇ છે.

  • વરાછા રોડની સાધના સ્કૂલમાં ટેસ્ટિંગ વખતે 12 વિદ્યાર્થી પોઝિટિવ હોવાનું માલૂમ પડતાં આ સ્કૂલ બંધ કરાવાઇ
  • લિંબાયતમાં ભાઠેના અને અઠવામાં કેનાલ રોડ પર ક્લસ્ટર, ઉધનામાં સુઝુકીનો શો રૂમ બંધ કરાવાયો
  • લિંબાયતની શ્રીનાથ સોસાયટી અને અઠવા કેનાલ રોડની પ્રતિભા પાર્ક સોસાયટીને કલસ્ટર જાહેર કરાઈ

શહેરમાં વિદ્યાર્થીઓ પોઝિટિવ આવવાનો સિલસિલો યથાવત છે. સોમવારે વધુ 56 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા હતા, જેમાં વરાછા રોડની સાધના સ્કૂલમાં ટેસ્ટિંગ વખતે 12 વિદ્યાર્થી પોઝિટિવ હોવાનું માલૂમ પડતાં આ સ્કૂલ બંધ કરાવાઇ હતી. ઉપરાંત મનપાની સુમન શાળા નં.૨૮૯-કતારગામ (5) અને સુમન શાળા નં.૨૫૪-કતારગામમાં (4) માં પોઝિટિવ જણાતાં શાળા બંધ કરાવાઇ હતી. જ્યારે એલ.ડી.શાળા-સચિન, સનલાઇટ શાળા, રાયન શાળા, ઉન્નતિ શાળા, આશાદીપ શાળા, પ્રભાત તારા શાળા, વીએનએસજીયુ, લાન્સર આર્મી શાળા, સાર્વજનિક શાળા, કે.પી.કોલેજ, ધારુકાવાળા કોલેજ, એસવીએનઆઈટી, ભારતી મૈયા, ડીઆરબી કોલેજ, પી.પી.સવાણી નર્સિંગ કોલેજ, એસ.ડી.જૈન, સાર્વજનિક શાળા તથા અન્ય શાળાઓ તથા કોલેજમાં વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતાં આ શાળાઓ તથા કોલેજમાં જે-તે વર્ગ બંધ કરવવામાં આવ્યા છે. આ શાળાઓમાં તથા કોલેજમાં કુલ ૭૮૫ જેટલા વ્યક્તિના કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવ્યા હતા.

સોમવારે પોઝિટિવ આવેલા દર્દીઓ પૈકી ૧૭ વ્યક્તિ લિંબાયત ઝોનના ભાઠેના વિસ્તારના સુમન સિદ્ધિ સોસા.(૧૨)ના તેમજ લિંબાયત વિસ્તારના શ્રીનાથ સોસા.-૩ (૫) એક જ સોસાયટીમાં નોંધાયેલા હોવાથી તેને ક્લસ્ટર જાહેર કરી જાહેર જનતાની અવરજવર માટે બંધ કરવામાં આવી છે. સોમવારે પોઝિટિવ આવેલા દર્દીઓ પૈકી ૭ વ્યક્તિ અઠવા ઝોનના કેનાલ રોડ વિસ્તારના પ્રતિભા પાર્કના એક જ ઘરમાં નોંધાયેલી હોવાથી તેને ક્લસ્ટર જાહેર કરી જાહેર જનતાની અવરજવર માટે બંધ કરવામાં આવ્યા હતા. ઉધનામાં નવજીવન ઇન્ડસ્ટ્રીઝ નજીકના સુઝુકીના શો-રૂમમાં એક કર્મચારી પોઝિટિવ આવતાં શો રૂમ બંધ કરાવાયો હતો.

મનપા દ્વારા જાહેર કરાયેલા રેડ ઝોન વિસ્તાર

વી.આઈ.પી. રોડ વેસુ, એસ.ડી.જૈન શાળા પાસે, હેપી રેસિડન્સી રોડ, વોર્ડ-૨, વેસુ, ઇ-3, બ્લોક, વેસુ, લીલા આર્કેડ, કોટકબેન્ક પાસે, સ્વિટ હોમ પાસે, સિટી લાઇટ ટાઉન, અઠવા, ઉધના-મગદલ્લા રોડ, ફ્લાયઓવર, ચંદ્રમાણી સોસાઇટી, ન્યૂ સિટી લાઇટ, અલથાણ, કેનાલ રોડ, જીવકારનગર, જોગર્સ પાર્ક પાસે, ઘોડદોડ રોડ, જોલી આર્કેડની સામે, અઠવા.

મનપા દ્વારા જાહેર કરાયેલા હાઇ રિસ્ક ઝોન

કેનાલ રોડ વેસુ, વેસુ મેઈન રોડ, સ્વીટ હાઉસ કોમ્પ્લેક્સ, સિટી લાઇટ ટાઉન અઠવા, A/6, ઉધના-મગદલ્લા રોડ, સિટી લાઇટ ટાઉન અઠવા, મહર્ષિ દધિચી રોડ, સિટી લાઇટ ટાઉન અઠવા, વરાછા ગામ, અલથાણ-ભીમરાડ, ભીમરાડ-અલથાણ રોડ, વેસુ, ચોપાટી અઠવાલાઇન્સ, સુકુમ પ્લેટિનમ, રત્ના જ્યોતિ એપાર્ટમેન્ટની સામે, વેસુ, એટલાન્ટા શોપર્સ, સામે પૂજા અભિષેક રેસિડેન્સી, રિલાયન્સ માર્કેટની બાજુમાં વેસુ, ડુમસ, વેસુ, રૂંધ, અંબિકાનગર, હરિનગર-2, કાશીનગર, ઉધના

Most Popular

To Top