SURAT

સુવાલી બીચ અને દામકા-ભાઠાના રસ્તા માટે આ મંજૂરી મળી

સુરત : ગુજરાતમાં 1800 કીમી.નાં કોસ્ટલ હાઈવેના વિકાસ માટે રાજ્ય સરકારે દરિયાઈ વિસ્તારના ગાંમડાઓના વિકાસ માટે સુવિધાઓ ઊભી કરવા કોસ્ટલ હાઈવે પ્રોજેક્ટ અમલી બનાવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સુરતના હજીરા સ્થિત સુવાલીથી સુવાલી બીચ, દામકા ભાઠા રોડ અને સુવાલી રોડની પહોળાઈ વધારવા તથા મજબૂતીકરણ માટે 15 કરોડ રૂપિયા ફાળવ્યા છે. 15 કરોડનાં ખર્ચ ડેવલપ થનારા આ ત્રણ રસ્તાનું ચોર્યાસીનાં ધારાસભ્ય સંદિપ દેસાઈના હસ્તે ૧૩મી ફેબ્રુઆરીને સોમવારે સવારે ૯.૩૦ ક્લાકે જુનાગામનાં નવચેતન વિદ્યાલય ખાતે ખાતમુહૂર્ત કરાશે.

  • કોસ્ટલ હાઈવે પ્રોજેક્ટ હેઠળ સુવાલી બીચ, દામકા-ભાઠાના રસ્તા રસ્તાનું મજબૂતીકરણ કરાશે
  • હજીરાના દામકા, વાંસવા, રાજગરી, સુંવાલી ગામના હજારો લોકોને લાભ મળશે
  • ચોર્યાસીનાં ધારાસભ્ય સંદિપ દેસાઈના હસ્તે આજે ત્રણ રસ્તાનાં ખાતમુહૂર્ત કરાશે


ધારાસભ્ય સંદિપ દેસાઈની રજૂઆતને પગલે સચિનથી કપ્લેથા સુધીના 8 કિલોમીટર રસ્તાના મજબૂતીકરણ માટે 11 કરોડ ફાળવાયા હતા. રવિવારે આ રસ્તાનું ખાતમૂહુર્ત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર. પાટીલના હસ્તે થયું હતું. દેસાઈએ કોસ્ટલ હાઈવે પ્રોજેક્ટ અંતર્ગત સુવાલી બીચ, દામકા અને સુવાલીગામના રસ્તાના મજબૂતીકરણ અને પહોંચાઈ વધારવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલને રજૂઆત કરી હતી.

હજીરાના ઔદ્યોગિક વિસ્તારમાં રોજિંદા કામધંધા અર્થે જતાં લોકો અને સ્થાનિકોને પડેલી રહેલા હાલાકીને ધ્યાને લઇ મુખ્યમંત્રીએ સુંવાલીથી સુવાલી બીચના રસ્તાનું વાઈડીંગ એન્ડ મજબૂતીકરણ દામકા-ભાઠા રસ્તાનું વાઇડનિંગ-મજબૂતીકરણ અને સુંવાલી ગામના રસ્તાના મજબૂતીકરણ માટે 15 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશ પટેલ, ચોર્યાસી તાલુકા પંચાયત પ્રમુખ ઋષિભાઈ પટેલ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહેશે.

સુરત-સચિન-નવસારી રોડના મજબૂતીકરણના કાર્યનું ખાતમુહૂર્ત કરાયું
સુરત: રૂપિયા 11 કરોડના ખર્ચે સુરત-સચિન-નવસારીને જોડતા આઠ કિ.મી. રોડના મજબૂતીકરણના કાર્યનું ખાતમુહૂર્ત વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ, સાંસદ સી.આર. પાટીલ તથા ધારાસભ્ય સંદિપ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રકલ્પથી સુરત અને નવસારી જિલ્લાના ગામોથી સુરત શહેરમાં નોકરી માટે અપડાઉન કરતા લોકોને મોટી રાહત થશે અને ટ્રાફિકનું ભારણ પણ હળવું થશે.

આ સમારોહમાં સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, સુરત-સચિન-નવસારીને જોડતા રોડના સ્ટ્રેન્ધિંગના કાર્યનો શુભારંભ થતા વાહનવ્યવહાર સુગમ અને ટ્રાફિકરહિત બનશે. ઔદ્યોગિક હબ સુરત અને ઝડપથી વિકસી રહેલા નવસારી જેવા મહત્વના જિલ્લાઓમાં વધુ સારી રોડ કનેક્ટિવિટી ખૂબ જરૂરી છે. રસ્તાના વિસ્તૃતિકરણથી લોકો-વાહનચાલકોને ટ્રાફિકથી રાહત મળશે. ધારાસભ્ય બન્યાના ટૂંકા ગાળામાં સંદિપભાઈએ રૂ.100 કરોડથી વધુના રોડરસ્તા, પીવાના પાણી, ઇન્ફાસ્ટ્રકચરના કાર્યો રાજ્ય સરકાર પાસેથી મંજૂર કરાવ્યા છે.

તેમણે ઉમેર્યું કે, લોકો જનસુવિધાની માંગણી કરે એ પહેલા જ આવશ્યક કામો શરૂ કરી દેવાની કાર્યસંસ્કૃતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસાવી છે. જેને રાજ્ય સરકાર અનુસરી રહી છે. સુરત તાપી નદી શુદ્ધિકરણ માટે કેન્દ્ર સરકારે એક જ દિવસમાં રૂ.971 કરોડ મંજૂર કર્યા હતા એમ જણાવતા સુરત મેટ્રો ટ્રેન, મિની સચિવાલય સમાન નિર્માણ પામનાર સુરત મનપાનું નવું વહીવટીભવન, કન્વેન્શનલ બેરેજ જેવા પ્રગતિમાં રહેલા વિકાસકાર્યોની વિગતો આપી હતી. ધારાસભ્ય સંદિપ દેસાઈએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું કે, સુરત-સચિન-નવસારી રોડ પર ટ્રાફિકનું ખૂબ જ ભારણ રહેતું હોવાથી જનપ્રતિનિધિ તરીકે આ રોડના વાઈડનિંગ અને મજબૂતીકરણ માટે કરેલી રજૂઆતને રાજ્ય સરકારે ત્વરિત અને હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.

Most Popular

To Top