દમણ (Daman) : સંઘપ્રદેશ દમણમાં થર્ટી ફર્સ્ટની ઊજવણી (31st Celebration) માટે સુરત (Surat) સહિતના દક્ષિણ ગુજરાતના લોકોએ એડવાન્સ બુકિંગ (Booking) તો કરાવી દીધું છે પરંતુ જે રીતે ગુજરાત પોલીસે (GujaratPolice) બોર્ડર ઉપર બંદોબસ્ત ગોઠવી દીધો છે તેના કારણે ચિંતા વધી ગઇ છે. ગુજરાત પોલીસે દબાણ એટલું વધારી દીધું છે કે દમણમાં નશો કરનારાઓએ ત્યાં જ દારૂ ઉતારીને આવવું પડશે. તો બીજી તરફ હોટલના સંલાલકોએ પર્યકટોને આકર્ષવા તમામ તૈયારી પૂર્ણ કરી દીધી છે.
- દમણમાં નવા વર્ષના વધામણાં માટે હોટલ આયોજકો દ્વારા પર્યટકોને આકર્ષવા હોટલની અંદર તમામ વ્યવસ્થાની તૈયારીઓ પૂર્ણ
- ગુજરાત પોલીસે સરહદ પર કાફલો ઉતારી દેતા શોખીનોની ચિંતા વધી
દર વર્ષે પર્યટન સ્થળ દમણમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, અમદાવાદ, બરોડા, મહારાષ્ટ્રના મુંબઈ તથા અન્ય સ્થળોએથી પર્યટકો નવા વર્ષના વધામણા કરવા પ્રદેશની મુલાકાતે આવી જતા હોય છે. અને દેવકાની વિવિધ હોટલોની સાથે નાના મોટા ગેસ્ટ હાઉસ આ દિવસ દરમ્યાન હાઉસ ફૂલ થઈ જતા હોય છે.
31 મી ડિસેમ્બરની રાત્રીએ 12 ના ટકોરે લોકો જૂના વર્ષને અલવિદા કહી નવા વર્ષના વધામણાં કરતાં હોય છે. પરંતુ આ વર્ષે ગુજરાત પોલીસ દ્વારા સંઘપ્રદેશ દમણ અને સેલવાસ પોલીસ તથા અન્ય રાજ્યની બોર્ડર પોલીસ સાથે એક સંયુક્ત મિટિંગ કરી 31મી ડિસેમ્બરની ઉજવણી કરી દારૂ પીને આવનારા તથા દારૂનું વહન કરી આવતા જતા લોકોને પકડવા માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવવાનું નક્કી કરી તમામ બોર્ડર પર પોલીસનો કાફલો ખડકી દેવાયો છે. જેના કારણે પર્યટકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.