આપણા સમજામાં બાળકો માટે અનાથાશ્રમ છે. ઘરડા માટે ઘરડાઘર છે પણ મધ્યમ વયના યુવકો/પુખ્ત કે કહો તેમને માટે કોઇ જ વ્યવસ્થા નથી. છૂટાછેડા થતા નહીં હોય- રૂપિયાને અભાવે (વગર વાંકડે લગ્ન થાય, વગર ખોરાકીએ છૂટાછેડા થતા નથી) ના છૂટકે સંબંધ ચાલુ રાખવો પડે એવા અનેક લોકો મેં જોયા છે. એક હું પણ છું તેમાંનો. આવે સમયે સગાની હૂંફ પણ નથી મળતી. આવા લોકો માટે પણ કોઇ વ્યવસ્થા હોવી જોઇએ. છૂટાછેડાની કાર્યવાહી અસહય માનસિક ત્રાસ આપે છે. આર્થિક નુકસાન એક લગ્નમાં થાય તે બીજામાં (લગ્ન) ભરપાઇ થતું નથી. કાયદા સ્ત્રીલક્ષી છે. લગ્ન થાય કે તરત જ પતી-પત્નીની મિલકત રૂપિયાની અર્ધી માલિક બને છે.
કાયદેસર કોઇ જાતની મહેનત કે પ્રયત્ન વગર! સોનાચાંદી, હીરા મોતીમાં અડધી માલિક પણ મકાન ભાડે, વેચાતું લેવું હોયતો તેની અર્ધી જવાબદારી નથી. અર્ધી લોન તે નથી ચૂકવતી. વેરો, લાઇટ, ગેસ બીલ વગેરેમાં તેનો અડધો ભાગ નહીં. વાંકડો માંગ્યો તેવો ખોટો કેસ કરે છે. તાત્કાલિક જેલમાં જવું પડે. તપાસ પછી જ છોડે. જામીન નથી થતા. વાંકડા માટે મારફઝૂડ કરી તેવો ખોટો કેસ થાય છે ને ખોરાકીનો કાયદો તો છે જ. આમ ભલે સમાજ પુરૂષ પ્રધાન છે તેમ કહેવાય. પરિણામે અનેક દુ:ખી લોકો મળશે સમાજમાં. માનસિક, આર્થિક ત્રાસને કારણે કદી કામધંધો પણ નથી કરી શકાતો. પત્નિ પીડિત છું હું પણ વૃધ્ધાશ્રમમાં રહેવાનો છું આ વર્ષે. 70 ઉંમર થઇ છે. શરીરની મનની તો ઉંમરે યા વર્ષ જ રહી છે પણ તે કોણે જોઇ છે? ખેર. કોઇતો વિચારશે જ.
નવસારી – નરેશ ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.