Charchapatra

મંદિરોના વહીવટકર્તાઓએ ધ્યાને લેવા જેવી બાબતો

મને બહારથી આવેલા એક દર્શનાર્થી મિત્રે સરસ પ્રશ્ન કર્યો. શું ચઢે? ભકતિ કે ભીડ? મેં એને આવડે એવો આ ફિલસૂફીભર્યા કૂટપ્રશ્નનો ઉત્તર આપતાં કહ્યું કે મંદિરની વાત હોય તો ભીડનું પલ્લું જ નમે.આવનારાં ભકતોને સામે સ્થાપિત મૂર્તિના દર્શનમાં રસ છે, જયારે પૂજારીને સામે ઊભેલાં ભકતોની પાંખી હાજરી નહિ પણ એકઠી થયેલ ભીડ વધુ આકર્ષે છે. યોગાનુયોગ હાલમાં હાથરસમાં સેંકડો લોકો એક સત્સંગમાં મોતને ભેટયાં કે ઈજા પામ્યાં,બેસુમાર ભીડને કારણે. ધક્કામુક્કીમાં સુરતમાં આમ તો ચાર પાંચ એવાં મંદિરો છે કે જેના દર્શને શહેર ઉપરાંત દેશભરમાંથી લોકો દર્શન માટે આવે છે.મંદિરના ટ્રસ્ટીઓ પણ દેશનાં અન્ય મંદિરોમાથી,આવી દુર્ઘટનામાંથી બોધપાઠ લઇને મંદિર પ્રવેશ અને બહાર જવા માટે એકંદરે ભીડ માટે સારું આયોજન કરે છે.

એની નોંધ લીધા પછી પણ બીજી ઘણી નાની બાબતો પણ છે.પણ એમાંની બે  ખાસ બાબતો આ લખનારના ધ્યાન પર આવી.એક સ્વજનને દર્શને લઇ ગયો.ચારેક જણાજ હતા.સરસ દર્શન થશે એમ માની હજુ પગથિયાં પર જ હતાં અને દ્વાર બંધ થઇ ગયાં. હમણાં નહિ, વીસેક મિનિટ બાદ આરતી સમયે દર્શન ખૂલતાં અમારા નસીબમાં ભીડનો સામનો કરવાનું  આવ્યું. આવું  શા માટે? શણગાર માટે પાંચ સાત મિનિટ ના ચાલે? બીજી બાબત એકાદ બે બાદ કરતાં મોટા ભાગનાં મંદિરો બપોરે બારથી ચાર,  અરે ક્યાંક તો સાંજે પાંચ સુધી નથી ખૂલતાં.આ સમયગાળો ઓછો ના કરી શકાય?
સુરત     – પ્રભાકર ધોળકિયા            – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

આત્મહત્યા શબ્દપ્રયોગ જ ખોટો છે
‘‘આત્મહત્યા’’ શબ્દ વપરાય છે પરંતુ આત્મા વિષે એવું કહેવાય છે કે આત્મા કોઇ શસ્ત્રથી છેદાતો નથી, પવન તેને સુકવી શકતો નથી, અગ્નિ તેને બાળી શકતો નથી. આત્માનો નાશ થતો નથી. તે અમર છે. માણસનું કે કોઇ પણ સજીવનું મૃત્યુ થાય છે પરંતુ આત્મા બીજો જન્મ લઇ લે છે. તે બીજા શરીરમાં પ્રવેશે છે. કેટલીક વખતે કેટલીક વ્યકિત પૂર્વજન્મની પણ વાત કરે છે. મારો કહેવાનો હેતુ એ છે કે કેટલાક કહે છે કે હું આત્મહત્યા કરીશ.એ આત્મહત્યા શબ્દના સ્થાને બીજો શબ્દ વપરાવો જોઇએ કે નહીં?
નવસારી           – મહેશ નાયક       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top