Entertainment

હિરોથી વધારે કમાય છે બોલિવૂડની આ હિરોઈન્સ…એક ફિલ્મનો ચાર્જ છે…

મુંબઈ: હિન્દી સિનેમા(bollywood) ની દુનિયામાં એક સમય એવો હતો જ્યારે અભિનેતા કરતા વધારે ચર્ચિત અભિનેત્રીઓને પણ અભિનેતા કરતા ઓછું મહેનતાણું મળતું, પરંતુ સમય સાથે વસ્તુઓ બદલાઈ ગઈ છે. હવે બી-ટાઉનની અભિનેત્રીઓ પણ કરોડોમાં રમે છે, પોતાની રીતે લક્ઝરી લાઈફ (luxury life) જીવે છે. પૈસાની બાબતમાં આ સુંદરીઓ કોઈ હિરોથી ઓછી નથી. આજે અમે તમને બોલિવૂડની ટોચની પાંચ અભિનેત્રીઓ(heroins) વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે છેલ્લા ઘણા સમયથી બોલિવૂડમાં પોતાનો સિક્કો જમાવ્યો છે, સાથે જ બ્રાન્ડ ડિલ્સ(brand deals) અને બિઝનેસ(business) દ્વારા કરોડો કમાય છે.

ઐશ્વર્યા રાય
ઐશ્વર્યા રાય હંમેશા તેની સુંદરતા અને શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે. એક્ટિંગથી લઈને બિઝનેસ સુધી ઘણું બધું છે જેના કારણે અભિનેત્રી ચર્ચામાં રહે છે. ઐશ્વર્યા રાય બચ્ચનની કુલ સંપત્તિ 775 કરોડની આસપાસ છે. અભિનેત્રી એક ફિલ્મ દીઠ 10-12 કરોડ રૂપિયા લે છે. ઐશ્વર્યા રાય મોટી બ્રાન્ડની જાહેરાતો પણ કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઐશ્વર્યા એકલા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી વાર્ષિક 80 થી 90 કરોડ કમાય છે.

કરીના કપૂર ખાન
બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ ધરાવે છે. અભિનેત્રીઓ ભલે ફિલ્મો ન કરતી હોય પરંતુ તેણીની બોલબાલા ઇન્ડસ્ટ્રીમાં હંમેશા રહે છે. તેણે સંપત્તિની સાથે બહોળી ખ્યાતિ પણ કમાઈ છે. એકલી કરીના કપૂર 413 કરોડની સંપત્તિની માલિક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કરીના કપૂર આજની તારીખે વાર્ષિક 73 કરોડ રૂપિયાની કમાણી કરે છે.

પ્રિયંકા ચોપરા
પ્રિયંકા તેની સુંદરતા માટે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. પ્રિયંકાએ માત્ર બોલિવૂડમાં બ્લોકબસ્ટર ફિલ્મોમાં જ કામ કર્યું નથી, પરંતુ પ્રિયંકાને હોલીવુડમાં પણ એટલો જ પ્રેમ મળ્યો છે. પ્રિયંકા ચોપરાની કુલ સંપત્તિ વિશે વાત કરીએ તો, તે લગભગ $35 મિલિયનની નેટવર્થની માલિક છે. પ્રિયંકાની પાસે ભારતીય ચલણમાં 270 કરોડ રૂપિયાની સંપત્તિ છે. ફિલ્મો ઉપરાંત તેની કમાણીનો સ્ત્રોત પણ બ્રાન્ડ પ્રમોશન છે. આ સિવાય તે અમેરીકન ટીવી સિરિયલોમાં અભિનય થકી પણ કમાણી કરે છે.

અનુષ્કા શર્મા
શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘રબ ને બના દી જોડી’થી પોતાની ફિલ્મી સફર શરૂ કરનાર અનુષ્કા શર્માની ગણતરી આજે બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાં થાય છે. અનુષ્કા શર્મા પોતાની ફિલ્મો અને જાહેરાતોથી ઘણી કમાણી કરે છે. અનુષ્કા તેની ફિલ્મ માટે 10 થી 12 કરોડ અને એડ માટે 4 થી 5 કરોડ રૂપિયા ફી લે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનુષ્કા શર્માની કુલ સંપત્તિ લગભગ 265 કરોડ રૂપિયા છે.

દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણ બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક છે. તેણીની સુંદરતા ઉપરાંત, તેણી તેના દમદાર અભિનય માટે પણ જાણીતી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દીપિકા પાદુકોણ દર મહિને 2 કરોડ રૂપિયા કમાય છે. આવી સ્થિતિમાં તેમની વાર્ષિક આવક 24 કરોડ રૂપિયાની નજીક છે. અહેવાલો અનુસાર, દીપિકા પાદુકોણની કુલ સંપત્તિ 225 કરોડ રૂપિયાની નજીક છે.

Most Popular

To Top