Charchapatra

આ છે હિન્દુ ધર્મના ખરા દુશ્મનો

હાલમાં પેપરો ટી.વી. ચેનલો, ચલચિત્રો પાછળના દોરીસંચાર જુઓ તો એક મધ્યવર્તી સંદેશ દેખાઈ આવે છે અને તે એ છે કે ‘હુન્દુ ધર્મ જોખમમાં છે.’ મને તો આ ખતરો જોરદાર લાગે છે. પણ કેમ? (1) તમારા 95 ટકા નેતાઓ હિન્દુ, ન્યાયાધીશો, નોકર શાહો, I.A.S. I.P.S, I.F.S, I.R.S, સચિવાલયના તમામ ઉચ્ચ અમલદારો હિન્દુ છતાં હિન્દુ ધર્મ જોખમમાં આવ્યો કઇ રીતે? ‘હિન્દુ’ એટલે બ્રાહ્મણ, વાણિયા અને ક્ષત્રિય, બાકીના તો મનુસ્મૃતિ અનુસાર તે ત્રણેય વર્ણના ચાકરો છે ! તેમને કે મુસલમાનોને કે ખ્રિસ્તીઓને કોઇ સત્તાવાળી જગ્યાએ તમે નિયુકત કરતા જ નથી.

એમાંના ઘણાં ઉચ્ચ શિક્ષણ પામેલા હોવા છતાં રીક્ષા ચલાવે છે, લારી ચલાવે છે, ડ્રાઈવરનાં કામ કરે છે. તમે એમને કે દલિતો કે આદિવાસીઓને કોઇ ઊંચા હોદ્દા આપતા નથી. આપો છો તો અપમાનજનક પોષ્ટ આપો છો. એક મુસ્લીમ આઇ.જી.પી.ને પોલીસ ટ્રેનીંગ સેન્ટરના આચાર્ય તરીકે આઠ વર્ષ રાખ્યો, બીજાને કોમ્પ્યુટરમાં ત્રણ વર્ષ રાખ્યો, મારી જેવાને તો દક્ષિણી બ્રાહ્મણોએ ભારે પરેશાની કરી. તમે શુદ્રોના મગજમાં 1992ના અયોધ્યા કાંડથી એવી રાય ભરી દીધી કે તેઓ હિન્દુ છે, પરંતુ સરકારી નોકરીઓમાં લેવાના પ્રસંગ આવે છે ત્યારે તેનો ‘શુદ્ર’ એટલે તુચ્છ ગણી ગટરમાં ફેંકી દો છો.

હિન્દુ ધર્મ શુદ્રો, દલિતોની મૂર્ખતા પરથી રહ્યો છે. એ લાંબુ ચાલે એમ નથી. (2) જયાં હોય, ત્યાં તમે બ્રાહ્મણ વર્ણને જ આગળ લાવો છો જેનું એક માત્ર કર્તવ્ય હિન્દુ વર્ણવ્યવસ્થા મજબૂત કરવાનું અને પોતાનાં કુટુંબીઓને ન્યાયતંત્ર અને I.A.S. ડેપ્યુટી કલેક્ટરમાં ઘૂસાડવાનું હોય છે. આટલા બધા ‘હિન્દુ’ અમલદારો વહીવટમાં ઘાલ્યા છે તો તેમની કાર્યક્ષમતા કે કુશળતા તેઓ કેમ દેખાડતા નથી? અને દેશની સમસ્યાઓ હલ કેમ કરી શકતા નથી? કારણ એમાંના મોટા ભાગના ગેરલાયક છે. તેઓ પોતાના ક્ષેત્રમાં પારંગતતા પ્રાપ્ત કરતા નથી અને બીજાઓને હેરાન કરી તેમને માટે જીવન જીવવાનું મુશ્કેલ બનાવવાનું જ તેઓ કામ કરે છે.

(3) મને તો લાગે છે, હિન્દુ ધર્મ હવે ખરેખર ખતરામાં આવી ગયો છે તેની પાછળ મુસલમાનો, દલિતો કે આદિવાસીઓ નથી પરંતુ તમારી ‘હિન્દુવાદની વિચારધારા’ છે. જયારે મોગલોનું રાજ હતું ત્યારે હિન્દુ ધર્મ ખતરામાં ન હતો, અંગ્રેજોનું રાજ હતું ત્યારે તો વળી હિન્દુ ધર્મ વધુ તાકાતવાન બની ગયેલો. આ તમારું રાજ આવ્યું ને હિન્દુ ધર્મ સામે ભય પેદા થયો કારણ તમે તદ્દન સંકુચિત મતલબી, કોમી, જ્ઞાતિવાદી, નીતિઓ અમલમાં મૂકી. ગુજરાત હાઇકોર્ટના એક ‘જજ’ વકીલને બંધારણ કે I.P.C. વાંચવાનો અનુરોધ કે આ લોકો બંધારણનો અમલ કરવા માગતા નથી અને દેશને વિનાશને આરે લાવ્યા છે. હિન્દુધર્મ આવા જજો, અમલદારો અને બુધ્ધિહીન નેતાઓને કારણે જોખમમાં આવી ગયો છે.
સુરત     – ભરત પંડયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top