માઈક્રોસોફ્ટના અભ્યાસમાં AI ચેટબોટ્સ દ્વારા સૌથી વધુ અસરગ્રસ્ત 40 નોકરીઓ અને કઈ કારકિર્દી સુરક્ષિત રહે છે તે જાહેર કરવામાં આવ્યું છે.
માઈક્રોસોફ્ટના એક અભ્યાસમાં એઆઈ (AI) ચેટ્બોટ્સ દ્વારા સૌથી વધુ પ્રભાવિત થનારી 40 નોકરીઓનો ખુલાસો થયો છે. આ સાથે જ કયા ક્ષેત્રમાં કારકિર્દી સુરક્ષિત રહેશે તે પણ આ રિપોર્ટમાં જાહેર કરાયું છે.
માઈક્રોસોફ્ટ દ્વારા નોકરીઓના ભવિષ્ય અને એઆઈ ચેટબોટ્સના ઉપયોગથી ઓફિસમાં બદલાઈ રહેલી કાર્યશૈલી પર એક ક્રાંતિક્રારી અભ્યાસ કરવામાં આવ્યો છે. આ મામલે છેલ્લાં ઘણા સમયથી વૈશ્વિક સ્તરે ચર્ચાઓ થઈ રહી છે, ત્યારે માઈક્રોસોફ્ટે પોતાના અભ્યાસમાં એઆઈના ઉપયોગ તેમજ તેનાથી કામકાજ પર પડનારી અસરો વિશે અભ્યાસ કર્યો છે.
અમેરિકાના અલગ અલગ ઔદ્યોગિક ક્ષેત્રોમાં 2 લાખથી વધુ વાસ્તવિક દુનિયાના કો પાયલટ ઈન્ટરેક્શનનું વિશ્વલેષણ કરીને રિસર્ચર્સે 40 ક્ષેત્રની નોકરીઓને ઓળખી કાઢી છે, જે એઆઈથી સૌથી વધુ પ્રભાવિત થનારી છે. અને તે પણ શોધી કાઢ્યું છે જ્યાં એઆઈનો ઉપયોગ કદાચ સૌથી ઓછો થાય. આ માહિતી ચોંકાવનારી પરંતુ પ્રસંગોપાત છે. ખાસ કરીને જ્યારે વધુમાં વધુ કંપનીઓ પોતાના ડેઈલ વર્કમાં એઆઈ ટુલ્સનો ઉપયોગ વધારી રહી છે.
માઈક્રોસોફ્ટે એઆઈ ચેટબોટની ક્ષમતાઓ સાથે હાઈ ઓવરલેપ વાળી નોકરીઓને ઓળખી છે. માઈક્રોસોફ્ટની ટીમે એ સમજવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું કે કોપાયલટ અને ચૈટ જીપીટી જેવા જનરેટિવ એઆઈનો વિવિધ કામકાજમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય છે. નોકરી છૂટવા અંગેની ભવિષ્યવાણી કરવાના બદલે શોધકર્તાઓએ એઆઈના ઉપયોગ અંગે વધુ ધ્યાન આપ્યું છે. ટીમના સભ્યોએ એ જાણ્યું કે કર્મચારીઓ કેટલીવાર ચેટ બોટનો ઉપયોગ કરી રહ્યાં છે. તેઓ વચ્ચેની વાતચીત કેટલી સફળ રહે છે. અને શું ખરેખર આ ટેક્નોલોજી વાસ્તવિકતામાં કામ પુરું કરવામાં મદદરૂપ બને છે.
સરળ શબ્દોમાં કહીએ તો, રિપોર્ટમાં એ દર્શાવવામાં આવ્યું છે કે AI ટૂલ્સ હાલમાં ચોક્કસ વ્યવસાયોની મુખ્ય ફરજો સાથે કેટલી નજીકથી સુસંગત છે. નોકરીના કાર્યો AI સાથે જેટલા વધુ સંરેખિત હોય છે, તેનો “AI ઓવરલેપ” સ્કોર તેટલો વધારે હોય છે.
આ ક્ષેત્રની નોકરીઓ પર સૌથી વધુ જોખમ
સૌથી વધુ AI ઓવરલેપ ધરાવતી નોકરીઓમાં લેખકો, ટ્રાન્સલેટર્સ અને કન્ઝ્યુમર સપોર્ટનો સમાવેશ થાય છે. માઈક્રોસોફ્ટના કોપાયલોટ યુઝર્સ ડેટા અનુસાર ચેટબોટ ટેકનોલોજી સાથે સૌથી મજબૂત ઓવરલેપ દર્શાવતી ટોચની 10 નોકરીઓમાં દુભાષિયા અને ટ્રાન્સલેટર્સ, ઇતિહાસકારો, પેસેન્જર એટેન્ડેન્સ, સેલ્સ રિપ્રેઝેન્ટિવ, લેખકો, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટિવ્સ, CNC ટૂલ પ્રોગ્રામર્સ, ટેલિફોન ઓપરેટર્સ, ટિકિટ એજન્ટો અને ટ્રાવેલ ક્લાર્ક, બ્રોડકાસ્ટ એનાઉન્સર્સ અને રેડિયો ડીજે, સમાજશાસ્ત્રી, પોલિટિકલ સાયન્ટિસ્ટ, મિડીયેટર્સ, ક્લિનિકલ ડેટા મેનેજર્સ, સેકન્ડરી ટીચર્સ, સામાજિક કાર્યકરો, ક્રેડિટ કાઉન્સેલર્સ, ટેક્સ આસિસ્ટન્ટ્સ, લિગલ એડવાઈજર્સ, રિસચર્સ, માર્કેટ રિસચર્સ, મેનેજમેન્ટ રિસચર્સ, ઈન્સ્યોરન્સ એજન્ટ્સ, એક્ઝામિનર્સ, લોન એજન્ટ્સ, બજેટ એક્સપર્ટ્સ, ટ્રેનર્સ, કમ્પ્યુટર સિસ્ટમ એક્સપર્ટ્સ , ડેટા એનાલિસ્ટ્સ્, ટ્રાવેલ એજન્ટ્સ
આ ક્ષેત્રોમાં ઘણીવાર એકસમાન વારંવાર ઉપયોગમાં લેવાતા મેસેજ, સામગ્રી, માહિતીનો સારાંશ, પ્રશ્નોના જવાબ આપવા અથવા ડેટા મેળવવાનો સમાવેશ થાય છે.-આ બધા ક્ષેત્રો એવા છે જ્યાં AI ચેટબોટ્સ પહેલાથી જ અપવાદરૂપે સારું પ્રદર્શન કરે છે. 40 ક્ષેત્રોની વ્યાપક યાદીમાં અન્ય નોકરીઓમાં ન્યુઝ રિપોર્ટર્સ, એડિટર્સ, પ્રૂફરીડર્સ, પબ્લીક રિલેશન સ્પેશ્યિાલિસ્ટ અને ટેકનિકલ લેખકોનો સમાવેશ થાય છે, જે બધા લેખિત સંદેશાવ્યવહાર અને નોલેજ વર્ક પર ખૂબ આધાર રાખે છે. બે ડોમેન જ્યાં માઇક્રોસોફ્ટ કોપાયલોટ અને ચેટજીપીટી જેવા સાધનો શ્રેષ્ઠ કાર્ય કરે છે.
આ ક્ષેત્રોની નોકરી પર ઓછું જોખમ
લેબર વર્કર પબ્લીક સાથે સીધા સંપર્કની નોકરીઓ પર AIની સૌથી ઓછી અસર વર્તાશે. જ્યારે AI સફેદ કોલર નોકરીઓમાં પરિવર્તન લાવી રહ્યું છે, ત્યારે શારીરિક શ્રમ અથવા ભાવનાત્મક સંભાળની જરૂર હોય તેવા કાર્યોમાં તેની કોઈ સુસંગતતા નથી. અભ્યાસમાં AI સાથે સૌથી ઓછા ઓવરલેપ ધરાવતી 40 નોકરીઓ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે, જેનો અર્થ એ છે કે ચેટબોટ ટૂલ્સ હાલમાં આ ભૂમિકાઓમાં લગભગ કોઈ સપોર્ટ અથવા ઓટોમેશન પ્રદાન કરતા નથી.
ડ્રેજ ઓપરેટર્સ, બ્રિજ અને લોક ટેન્ડર્સ, ઘરના કામ કરતા બહેન-હાઉસકિપિંગ ક્લીનર્સ, કડીયા, મસાજ થેરાપિસ્ટ, ડીશવોશર્સ અને હાઈવે મેઈન્ટેનન્સના મજૂર, નર્સિંગ આસિસ્ટન્ટ્સ અને તબીબી ટેક્નિશિયન. આ બધા કામોમાં વ્યવહારૂ કુશળતા, માનવ નિર્ણય અને સીધી સંભાળની જરૂર પડે છે, જેના લીધે આ કામકાજમાં એઆઈની અસર જોવા મળે તેવી શક્યતા ઓછી છે.
AI નોકરીઓની ખુની નથી: માઈક્રોસોફ્ટ
માઈક્રોસોફ્ટ ભાર મૂકે છે કે AI એક સાધન છે, નોકરીઓનું ખૂની નથી. હાલ પૂરતું મહત્વપૂર્ણ વાત એ છે કે, હાલમાં કોઈ પણ વ્યવસાય સંપૂર્ણપણે AI દ્વારા કરવામાં આવતો નથી. ટ્રાન્સલેશન અથવા લેખન જેવા હાઈ ઓવરલેપ કાર્યોમાં પણ માનવ વ્યાવસાયિકો આવશ્યક રહે છે. કોપાયલટ જેવા AI સાધનોનો ઉપયોગ ઉત્પાદકતા વધારવા માટે થઈ રહ્યો છે. કામદારોને બદલવા માટે નહીં.
કંપનીએ એ પણ નોંધ્યું છે કે આ અભ્યાસ ફક્ત ટેક્સ્ટ-આધારિત જનરેટિવ AI પર ધ્યાન કેન્દ્રિત કરે છે. રોબોટિક્સ અથવા ઓટોમેશન પર નહીં, જેનો અર્થ એ છે કે જો રોબોટિક્સ ટેકનોલોજી આગળ વધે તો ભવિષ્યમાં ભૌતિક ભૂમિકાઓમાં વિક્ષેપ આવી શકે છે. આ સૂક્ષ્મતા મહત્વપૂર્ણ છે કારણ કે તે દર્શાવે છે કે જ્યારે AI ઝડપથી કાર્યસ્થળ સહાયક બની રહ્યું છે ત્યારે સમગ્ર કારકિર્દીનું સંપૂર્ણ ઓટોમેશન હજુ પણ દૂર છે.