સુરત: સુરત સ્ટેશન પર બ્લોકને કારણે 2 દિવસ માટે પશ્ચિમ રેલવેની 14 ટ્રેનોને અસર થશે. મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના સુરત યાર્ડ ખાતે પોઇન્ટ નંબર-172નું બ્લોક શિફ્ટિંગ મંગળવાર અને ગુરુવાર એટલે કે, 31 ડિસેમ્બર અને 2 જાન્યુઆરીના રોજ હાથ ધરવામાં આવશે.
આ બ્લોક અપ અને ડાઉન મેઈન લાઈનો પર લેવામાં આવશે, જેના કારણે પશ્ચિમ રેલવેની 14 જેટલી ટ્રેનોને અસર થશે. 31 ડિસેમ્બરના રોજ, ટ્રેન નંબર 19255 સુરત-મહુવા એક્સપ્રેસ તેમજ 31 ડિસેમ્બર અને 01 જાન્યુઆરીના રોજ, ટ્રેન નંબર 09079 સુરત-વડોદરા મેમુ સ્પેશિયલ સુરત સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પરથી ઉપડશે.
31 ડિસેમ્બરના રોજ રેગ્યુલેટ કરવામાં આવશે આ ટ્રેનો
- ટ્રેન નંબર 19028 જમ્મુ તાવી-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 02 કલાક 30 મિનિટ માટે નિયમન કરવામાં આવશે.
- ટ્રેન નંબર 22954 અમદાવાદ-મુંબઈ મધ્ય ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ 02 કલાક 30 મિનિટ માટે નિયમન કરવામાં આવશે.
- ટ્રેન નંબર 22497 શ્રી ગંગાનગર-તિરુચિરાપલ્લી હમસફર એક્સપ્રેસ 02 કલાક 10 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
- ટ્રેન નંબર 22664 જોધપુર-તંબરમ સુપરફાસ્ટ એક્સપ્રેસ 02 કલાક માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
- ટ્રેન નંબર 09520 ઓખા-મદુરાઈ વીકલી સ્પેશિયલ 01 કલાક 50 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
- ટ્રેન નંબર 22195 વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ 01 કલાક 20 મિનિટ માટે નિયમન કરવામાં આવશે.
- ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 45 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
- ટ્રેન નંબર 20968 પોરબંદર-સિકંદરાબાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ 45 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
2 જાન્યુઆરી, 2025 ના રોજ રેગ્યુલેટ થનારી આ ટ્રેનો
- ટ્રેન નંબર 22475 હિસાર-કોઈમ્બતુર એક્સપ્રેસ 01 કલાક 30 મિનિટ માટે નિયમન કરવામાં આવશે.
- ટ્રેન નંબર 09002 ભિવાની-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ સ્પેશિયલ 45 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
- ટ્રેન નંબર 12472 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 40 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
- ટ્રેન નંબર 12912 હરિદ્વાર-વલસાડ એક્સપ્રેસ 30 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
- ટ્રેન નંબર 22717 રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ 30 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
- ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર એક્સપ્રેસ 30 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.