સુરત: સુરત શહેરમાં મેટ્રો રેલની કામગીરીની સાથે સાથે અંડરગ્રાઉન્ડ વોટર પાઈપ લાઈન નેટવર્કને અપગ્રેડ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેના કારણે તબક્કાવાર શહેરના કેટલાંક વિસ્તારોમાં પાણી કાપ મુકવાની ફરજ પડી રહી છે. આ કામગીરી અંતર્ગત આગામી ગુરુ અને શુક્રવાર તા. 12 અને 13 જાન્યુઆરી 2023ના રોજ સુરત શહેરના કતારગામ ઝોનમાં આવેલા કેટલાંક પાણી કાપ રહેવાનો હોય સુરત મહાનગર પાલિકા દ્વારા લોકોને પાણી ભરી લેવા અપીલ કરવામાં આવી છે. આ પાણી કાપના લીધે અંદાજે 10,000થી વધુ લોકોને અસર થશે તેમ માનવામાં આવી રહ્યું છે.
- વરીયાવ જળ વિતરણ મથકમાં કામગીરી કરવાની હોવાથી પાણીકાપ મુકાશે
- ગુરુ અને શુક્રવારે નવા કતારગામ ઝોન ના અમુક વિસ્તારમાં પાણી પુરવઠાનો કાપ રહેશે
- આ વિસ્તારમાં વસતા લોકોને બે દિવસ દરમિયાન જરૂરિયાત મુજબનું પાણી પુરવઠો સંગ્રહ કરવા તથા પૂર્વક પાણીનો ઉપયોગ કરવા પાલિકાની અપીલ
સુરત શહેરની વસ્તી અને વિસ્તારોની સાથે પાણી પુરવઠા નું નેટવર્ક પણ અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે. આ કામગીરીના ભાગરૂપે વરીયાવ જળ વિતરણ મથકમાં પણ પાણીના આઉટની કામગીરીને અપગ્રેટ કરવામાં આવશે. આ કામગીરી આવતીકાલ 12 જાન્યુઆરી અને 13 જાન્યુઆરીના રોજ થવાની હોવાથી નવા કતારગામ ઝોન વિસ્તારમાં આવેલા છાપરાભાઠા બાપાસિતારામ ચોકથી Y જંકશન વ્હાઈટ સોલિટર સુધી રોડની બે બાજુનો સોસાયટી વિસ્તાર, છનું કોલોની, ગૃહ નિર્માણ બોર્ડની વસાહતો, કાઠીવાડી ટેકરો, બાપાસિતારામ ચોકથી વાત્સલ્ય વિલા થઈ પટેલ પાર્ક સોસાયટી, પંચશીલાનગર, મણીપુરષોત્તમ નગર સુધીનો સોસાયટી સહિત મોટાભાગના વિસ્તારમાં પાણી પુરવઠો આપવામાં આવશે નહીં. આ વિસ્તારમાં 14 જાન્યુઆરી થી પાણી પુરવઠો રાબેતા મુજબ થશે. જે બે દિવસ પાણીનો પુરવઠો ખોદકાશે તે બે દિવસ ઉપરોક્ત વિસ્તારમાં રહેતા લોકોને જરૂરિયાત મુજબના પાણીનો સંગ્રહ કરવા તથા કરકસર મુજબ પાણીનો ઉપયોગ કરવા માટે પાલિકા તંત્ર એ અપીલ કરી છે. આ પાણી કાપ ના કારણે અંદાજે 10 હજાર થી વધુ ઘરોમાં અસર થશે.
તમને જણાવી દઈએ કે સરથાણા વિસ્તારમાં આવેલા સીમાડા જળવિતરણ મથકની સામે વ્રજચોક ખાડી ઉપર ડિંડોલી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (Water Treatment Plant) તરફ જતી રો-વોટર પાઈપલાઈન શિફ્ટ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. અને હવે તે લાઈનની જોડાણની કામગીરી તા.11 જાન્યુઆરીએ સવારે 8 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી કરવામાં આવનારી હોય શહેરના ચાર ઝોન સરથાણા, વરાછા, લિંબાયત અને ઉધના ઝોનમાં તા. 11 મી જાન્યુઆરીએ પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યો હતો.