Gujarat

આગામી બે દિવસમાં દ.ગુ.માં ભારે વરસાદ પડશે, SDRFની 11 ટીમ એલર્ટ કરાઈ

રાજ્યમાં મંગવાર સવારે ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુધી ૦૪ જિલ્લાના ૦૮ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ડાંગ જિલ્લાના વધઈ તાલુકામાં ૨૧ મી.મી. વરસાદ પડ્યો છે. રાજયમાં અત્યાર સુધી તા.૧૭/૦૮/૨૦૨૧ અંતિત ૩૧૧.૮૨ મીમી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૪૦ મી.મીની સરખામણીએ ૩૭.૧૨ ટકા છે. આગામી પાંચ દિવસમાં ગુજરાત રાજયમાં હાલ ઓછા વરસાદની સંભાવના છે. જો કે આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે, તેવું હવામાન ખાતાના સુત્રોએ જણાવ્યું હતું.

ચાલુ વર્ષે તા. તા.૧૭ ઓગસ્ટ ૨૦૨૧ સુધીમાં અંદાજીત ૭૮.૮૩ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. ગત વર્ષે આ સમયગાળા દરમ્યાન ૭૮.૦૨ લાખ હેક્ટર વાવેતર થયેલ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૯૨.૧૫ ટકા વાવેતર થયેલ છે.બીજી તરફ સરદાર સરોવર જળાશયમાં ૧,૫૧,૯૩૯ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૪૫.૪૮ ટકા છે. રાજયના ૨૦૬ જળાશયોમાં ૨,૬૫,૪૭૭ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના ૪૭.૬૩ ટકા છે.

હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-૦૮ જળાશય, એલર્ટ ૫ર કુલ-૦૭ જળાશય તેમજ વોર્નિંગ ઉ૫ર-૧૦ જળાશય છે. રાજ્ય સરકારના રાહત કમિશ્નરે જણાવ્યું હતુ કે એન.ડી.આર.એફ.ની કુલ ૧૫ ટીમમાંથી ૮ ટીમો ડીપ્લોય કરવામાં આવેલી છે. જે પૈકી વલસાડ, સુરત, નવસારી, રાજકોટ, ગીરસોમનાથ, જુનાગઢ, કચ્છ અને મોરબી ખાતે ૧-૧ ટીમ ડીપ્લોય કરવામાં આવી છે. અને ૬-ટીમ વડોદરા અને ૧-ટીમ ગાંધીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવેલ છે. એસ.ડી.આર.એફ.ની કુલ ૧૧ ટીમ હવામાન ખાતાની આગાહી ધ્યાને લઇ એલર્ટ રાખવામાં આવેલી છે.

Most Popular

To Top