સુરત અને ઈન્દોરની લોકસભાના કોંગ્રેસના ઉમેદવારોને લાંચ આપી ફોડી ચૂંટણીમાંથી ખસી જવા ભાજપે જે હલકટાઈ વાપરી છે, તેનો જોટો જડે તેમ નથી. આ અગાઉ આ જ પાર્ટીએ મધ્યપ્રદેશ અને કર્ણાટકના કોંગ્રેસી ધારાસભ્યોને પોડી સરકારો બનાવેલી, ત્યાંના ભાજપીયા ગર્વનરોએ પણ આ નીતિનો નાશ કરનારાઓને સત્તા પર બેસાડી દીધા નહીં તો બિન-ભાજપી સરકારોએ પ્રજા કલ્યાણ માટે જે કાયદાઓ ઘડેલા તેના પર કુંભકર્ણની જેમ મહિનાઓ સુધી સુઈ રહેલા પરંતુ આવા અનીતિમય સંજોગોમાં આ બે બદામડીના ગવર્નરોએ વિજળી ગતિએ કામ કર્યું અને લાંચ આપનારા ભ્રષ્ટ માણસોને ગાદીએ બેસાડી દીધા. ભાજપનું નૈતિક ધોરણ તદ્દન નીચું ચાલી ગયું છે.
કારણ ગુનેગારો જજોને ફોડી સત્તા સ્થાને બેસી ગયા છે. જે કોંગ્રેસ પાર્ટીએ આઝાદીની લડત લડી, નેતાઓ જેલમાં ગયા, લાઠીઓ ખાધી, ગોળી ખાધી અને જેમના કુટુંબો આઝાદીની લડતમાં બરબાર થઈ ગયા, એવો કોંગ્રેસ પાર્ટીને તોડવા, ખતમ કરવા મોદી જે શબ્દો વાપરે છે, તે શરમજનક છે તમે નથી આઝાદીની લડતમાં ભાગ લીધો નથી. ફાંસપર ચડયા, જેમણે બલિદાનો આપ્યા તેમની આ રાજકારણી મજાક ઉડાવી રહ્યા છે. ઈન્દોરની બેઠક પર વળી ન્યાયતંત્રએ પોતાનો પરચો બતાવી ઉમેદવાર સામે ઈ.પી.કો. કલમ 307 લગાવવાનો આદેશ નોમીનેશન પત્રકની ચકાસણીનો એક દિવસ પહેલાં જ આપી. ભાજપને જબરદસ્ત મદદ કરી દીધી.
કોર્ટોમાં વર્ષો સુધી કેસો પડ્યા જ રહે છે. આ કેસમાં એપ્રીલ 24ના રોજ કલમ 307 ઉમેરાઈ, 29 એપ્રીલના રોજ ઉમેદવાર ખસી ગયા, ચૂંટણીમાં મતદાન તા. 13.05.24 ના રોજ છે અને જજે તેને તા. 10.5.24ના રોજ કોર્ટ સમક્ષ હાજર થવાનો હુકમ આપ્યો છે. ભાજપને મદદ કરનારા અપીલદારોનો તોટો નથી. તો જજો કેમ બેસી રહે? તારીખો જૂઓને સીધો સીધા ભાજપના ખોળામાં આ ઉમેદવારોને પછાડવાનો કાર્યક્રમ હોય એવી શંકા સ્વભાવિક રીતે પડે છે અને તે ન્યાયતંત્રની ઈજ્જત માટે સારૂ નથી. આમેય સમાજની ઘણી કોમો હવે પોતાની ફરિયાદો કોર્ટ સમક્ષ લઈ જવા ઈચ્છતી નથી, કારણ વિશ્વાસ અને ભરોસો પડતો નથી. આ બધું દુ:ખ જનક છે. દેશમાં જ્યારે વહિવટીતંત્રમાંથી ન્યાયતંત્ર અલગ પડાયું ત્યારે એવી આશા હતી કે પ્રમાણિક તટસ્થ ન્યાયાધીશો પ્લેટફોર્મ પર બેસશે. પણ એ મુરાદ બર આવી નથી.
સુરત – ભરત પંડ્યા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.